26th January selfie contest

મોદી- યોગી વચ્ચેની લડાઇ મત મેળવવાની ચાલ છે- ફિલ્મ મેકરની પોસ્ટ પર લોકોના રીએક્શન

PC: jansatta.com

ઉત્તર પ્રદેશમાં રાજકીય બબાલ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યાનાથ વચ્ચે દિલ્હીમાં  બેઠક થઇ. બનેં નેતાઓ વચ્ચે લગભગ 80 મિનિટ સુધી વાતચીત થઇ. એમની મુલાકાતને લઇને એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને યોગી આદિત્યાનાથે ચૂંટણી અને કેબિનેટ ફેરબદલ પર ચર્ચા કરી છે.

તો બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમ મોદીને લઇને તાજેતરમાં ફિલ્મ મેકર અનુભવ સિન્હાએ ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે યોગી-મોદી વચ્ચેની લડાઇ એ માત્ર વોટ મેળવવાની એક યુકિત છે. પોતાની ટવિટને કારણે અનુભવ સિન્હા ચર્ચામાં આવી ગયા છે.

અનુભવ સિન્હાએ ટવિટર પર કરેલી પોસ્ટમા લંખ્યું છે કે યોગી- મોદી યુધ્ધ એકદમ નકલી ડિઝાઇન છે. જે મતદારોને ભાજપ અને ભાજપ વચ્ચે જ પસંદ કરવાની ફરજ પાડે છે. અનુભવ સિન્હાએ આગળ લખ્યું કે એ લોકો એવું ઇચ્છે છે કે કાં તો મતદાર યોગીને વોટ આપે કયાં તો મોદીને.  તમે મને એક ષડયંત્ર સિધ્ધાતંવાદી કહી શકો છો. અનુભવ સિન્હાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યૂઝરો પણ કોમેન્ટનો મારો કરી રહ્યા છે.

અનુભવ સિન્હાની પોસ્ટનો જવાબ આપતા શિવાશંકર નામના એક યૂઝરે લખ્યું કે આ યોજના રાજયમાં કામ આવવાની નથી. જે લોકો મોદીથી ખુશ નથી એ લોકો બીજેપીને વોટ નહીં આપે અને જે યોગી આદિત્યનાથ સાથે સંમત નથી એ લોકો પણ બીજેપીને વોટ નહીં આપે. આને કારણે  બનેં તરફથી ભાજપના વોટ કપાશે. તેમણે સારા કામ કર્યા નથી.

સંજીવન નામના એક યૂઝરે લખ્યું કે મોદી નામની બ્રાન્ડ રાષ્ટ્રીય સ્તરે અને યોગી નામની બ્રાન્ડ રાજય સ્તર પર સંઘર્ષ કરી રહી છે. એવામાં આરએસએસ નથી ઇચ્છતું કે બનેં બ્રાન્ડ યુ.પી.ની ચૂંટણીમાં જોખમ ઉઠાવે. જે પણ યુ.પી.માં ટકી જશે, એને જ 2024નો ચહેરો બનાવવામાં આવશે.

સોના નામના એક યૂઝરે લખ્યું કે ટુંક સમયમાં બનેં ભેગા થઇ જશે અને આપણી પર હસશે.

અનુભવ સિન્હાએ કેન્દ્ર કે રાજય સરકાર સામે નિશાન તાંકીને પહેલીવાર ટવિટ નથી કરી. પોતાની ટવિટમાં તેમણે લખ્યું હતું કે દરેક જાદુગર પાસે પસંદગીના જાદુ હોય છે. પછી એ જાદુ ખતમ થઇ જાય છે. આ પહેલાં તેમણે જિતિન પ્રસાદના કોંગ્રેસ છોડવા પર ટવિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે આજે કોંગ્રેસ પાર્ટીનો અંત જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp