પાર્ટી ઉમેદવાર વિરુદ્ધ લડનાર નેતાની પાર્ટીમાંથી હકાલપટ્ટી થશેઃ BJP

PC: hindustantimes.com

ઝારખંડ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીમાં અનુશાસન જાળવી રાખવાના ઉદ્દેશ્યથી BJPએ સોમવારે કહ્યું હતું કે, જે નેતા પાર્ટીના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે અથવા પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં સામેલ થાય છે, તેમને પાર્ટીમાંથી સ્વયં નિષ્કાસિત માનવામાં આવશે.

BJPના પ્રવક્તા શિવપૂજન પાઠકે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાએ આ અધિકૃત નિર્દેશ જાહેર કરતા કહ્યું હતું કે, BJP ઝારખંડ પ્રદેશના જે નેતા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે, અથવા ઉમેદવારનો સાર્વજનિકરીતે વિરોધ કરી રહ્યા છે અથવા સંગઠનના નિર્દેશ વિરુદ્ધ કાર્ય કરીને પાર્ટીનું અનુસાશન તોડી રહ્યા છે, તેમને પાર્ટીમાંથી સ્વયં નિષ્કાસિત માનવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ નિર્દેશ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાએ આપ્યા છે.

BJPના રાજમાં કેબિનેટ મંત્રી રહેલા સરયૂ રાય ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસ વિરુદ્ધ જમશેદપુર પૂર્વથી ચૂંટણી લડી રહ્યા છે કારણ કે, પાર્ટીએ તેમને જમશેદપુર પશ્ચિમથી ટિકિટ નહોતી આપી, એટલું જ નહીં, તેઓ રઘુવર દાસને હરાવવા માટે જાહેરમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ રાધાકૃષ્ણ કિશોર પરણ આજસૂ પાર્ટીની ટિકિટ પર BJP ઉમેદવાર પુષ્પાદેવી વિરુદ્ધ છત્તરપુર સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

આ ઉપરાંત, પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તાલા મરાંડી, પૂર્વ મંત્રી બૈજનાથ રામ, બિમલા પ્રધાન અને ધારાસભ્ય ફૂલચંદ મંડલ પણ અન્ય પક્ષોની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટી પ્રવક્તા પ્રવીણ પ્રભાકરે પણ રવિવારે પાર્ટી છોડીને પી. એ. સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીની ટિકિટ પર નાલા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp