ભાજપના આ મહિલા ઉમેદવાર માત્ર 11 મતની સરસાઈથી જીત્યા

PC: news18.com

લોકશાહીમાં એક-એક મતની કિંમત ખૂબ જ વધારે હોય છે. ક્યારેક એક મતના કારણે ઉમેદવારને હારનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યો છે. જાણે રાજકોટના લોકોએ કોંગ્રેસના સુપડા સાફ કરવાનું વિચારી લીધું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ભાજપના એક મહિલા ઉમેદવાર લોકોના એક મતની કિંમત પણ ખૂબ સારી રીતે સમજી ગયા છે. કારણ કે તે ઉમેદવારની જીત માત્રને માત્ર 11 મતની લિડથી જ થઇ છે.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માંથી ભાજપના ઉમેદવાર રુચિતા જોશીની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર સસીલા ગેરિયા સાથે થઇ હતી. મત ગણતરી સમય પણ આ બંનેની રસાકસી જોવા મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર રસીલા ગેરિયાને 8589 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર રુચિતા જોશીને 8600 મત મળ્યા છે એટલે માત્ર 11 મતની સરસાઈથી રુચિતા જોશીની જીત થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં ભાજપના કાર્યકર્તા અને આગેવાનોની ઉત્સાહ બમણો થઇ ગયો છે. રાજકોટની ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને અને ઢોલ નગારા વગાડીને જીતની ઉજવણી કરી રહ્યા છે.

રાજકોટમાં ભાજપની ભવ્ય જીતની સાથે કોંગ્રેસ અને આપના કેટલાક ઉમેદવારોની ડીપોઝીટ પણ ડૂલ થઇ ગઈ છે. માત્ર કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિ ડાંગરની ડીપોઝીટ બચી હતી. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 4, 5, 6, 13, 15 અને 16ને જીતાડવાની જવાબદારી અરવિંદ રૈયાણીની હતી. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમ ટાઉનમાં પણ ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભલે ચૂંટણી પ્રચાર સમયે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હોય પણ રાજકોટના લોકોને ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે. સુરતમાં પણ ભાજપની સામે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે સુરત મહાનગરપાલિકામાં આવી છે. સુરતમાં પાટીદાર વિસ્તારમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે અને આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

રાજકોટમાં ભાજપના ઉમેદવારોની જીત થતા એક વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. પણ આ વિજય સરઘસના કારણે મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો પણ કરવાનો વારો આવ્યો હતો. ભાજપના વિજય સરઘસના કારણે એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp