દાર્જલિંગમાં જન્મેલી આ વ્યક્તિને અમેરિકાએ વ્હાઉટ હાઉસમાં બોલાવી, ચીન ભડકશે

PC: bhaskar.com

અમેરિકાએ 60 વર્ષ પછી તિબેટને લઇને એવું પગલું લીધું છે, જેના કારણે ચીન સાથેના અમેરિકાના સંબધ વધારે વણસી શકે છે. અમેરિકાના વ્હાઇટ હાઉસે સેન્ટ્રલ તિબેટ એડમિનિસ્ટ્રેશન ( સીટીએ)ના પ્રમુખ લોબસાંગ સાંગેને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું છે. ભલે  6 દશક પછી પણ અમેરિકા તિબેટની દેશનિકાલ સરકારને માન્યતા આપી રહી છે. તિબેટની આ દેશનિકાલ સરકારનું મુખ્યાલય ભારતના ધર્મશાલા શહેરમાં આવેલું છે.

ચીન હમેંશા તિબેટને પોતાનો હિસ્સો હોવાનું રટણ કર્યા છે. અમેરિકાએ આ પહેલાં કોઇ પણ વાર તિબેટ સરકાર અથવા તેના નેતાઓને રાજનીતિક પ્લેટફોર્મ પર મહત્ત્વ આપ્યું નથી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકાના અધિકારીઓ તિબેટના નેતાઓ સાથે ગુપ્ત મંત્રણા કરતા રહે છે. હવે જયારે અમેરિકાએ ખુલીને તિબેટના પ્રમુખખને વ્હાઉટ  હાઉસ પધારવાનું આમંત્રણ આપ્યું છે ત્યારે અમેરિકા અને ચીનના સંબધોમાં તનાવ ઉભો થઇ શકે તેમ છે.

ધર્મશાલામાં હાજર સીટીએના પ્રવકતાએ એ વાતની ખાત્રી કરી હતી કે પ્રેસિડન્ટ  લોબસાંગ સાંગેને વ્હાઇટ હાઉસ તરફથી આમંત્રણ મળ્યું છે. ગયા મહિને લોબસાંગ પહેલીવાર અમેરિકના વિદેશ વિભાગના મહેમાન બન્યા હતા. અહીં તેમણે તિબેટ મામલાના સ્પેશિયલ ડિરેકટર રોબર્ટ ડેસ્ટ્રો સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં કોઇ તિબેટ નેતા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ગયા હોવાનું બન્યું નહોતુ. સીટીએના પ્રવકતાએ કહ્યું હતું કે અમને એ વાતની ખુશી છે કે બે લોકતંત્ર એકબીજાને માન્યતા આપી રહ્યા છે. સીટીએ અને તેના નેતાને વ્હાઇટ હાઉસનું મળેલું આમંત્રણ એ એક મહત્ત્વની શરૂઆત છે. લોબસાંગ સાંગે વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

અમેરિકાના વ્હાઇટ હાઉસે જે તિબેટ નેતાને આમંત્રણ આપ્યું તેના વિશે પણ તમારે જાણવુ જરૂરી છે. લોબસાંગ સાંગે 2011માં સેન્ટ્રલ તિબેટ એડમિનિસ્ટ્રેશનના પ્રધાનમંત્રી બન્યા હતા દાર્જિલીંગમાં જન્મેલા સાંગે અમેરિકા ભણવા ગયા તે પહેલાં તેમણે દિલ્લીમાં અભ્યાસ કર્યો હતો.

હાવર્ડ LAW સ્કુલમાં તેઓ સિનિયર ફેલો પણ રહી ચુક્યા છે.જયારે તિબેટના ધર્મગુરુ દલાઇ લામાએ રાજનૈતિક સંન્યાસની જાહેરાત કરી ત્યારે દુનિયાભરમાં ફેલાયેલા તિબેટિયનોએ લાબસાંગ સાંગેને પ્રધાન મંત્રી તરીકે પસંદગી કરી હતી. લાબસાંગ. છેલ્લાં 10 વર્ષથી અમેરિકાના અધિકારીઓ તેમની સાથે ગુપ્ત મુલાકાત કરતા રહે છે. પરંતુ આ વખતે અમેરિકાએ લોબસાંગને સીધા વ્હાઇટ હાઉસનું આમંત્રણ આપીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તિબેટના સર્વોચ્ય ધર્મગુરુ દલાઇ લામા 1959થી ભારતમાં આશરો લઇ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp