સુરતના BJP કાર્યકર્તા સામે બળાત્કારની ફરિયાદ, પીડિતાએ પીધી ઝેરી દવા

PC: DainikBhaskar.com

રાજ્યમાં અવાર નવાર બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરતમાં ભાજપના કાર્યકર્તા સામે બળાત્કારની ફરિયાદ કરનાર પીડિતાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પીડિતાનો આક્ષેપ છે કે, આરોપીના સાગરીતો દ્વારા પીડિતા, તેના માતા-પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકી કેસ પરત ખેંચવા માટે આપવામાં આવી રહી હતી. હાલ તો પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર સુરતમાં ધોરણ 12ના અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને ભાજપના કાર્યકર્તા વિશાલે પાટીલે પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. વિશાલ પાટીલ નામનો યુવક સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધીકુટીર સોસાયટીમાં રહેતો હતો. તેને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યા બાદ અશ્લીલ ફોટાઓ પાડીને વિશાલ વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરતો હતો. તેથી વિદ્યાર્થિનીએ વિશાલની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા વિશાલની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વિશાલ જેલમાં કાચાકામની સજા કાપી રહ્યો છે.

વિશાલ જેલમાં હોવાના કારણે તેનો સાગરીત જ્ઞાન પાટીલ નામનો યુવક પીડિતા જ્યાં કામ કરતી હતી ત્યાં જતો હતો અને પીડિતાને ધમકાવતો હતો કે, વિશાલને તું ઓળખતી નથી. બહાર આવીને તારા મમ્મી-પપ્પા અને ભાઈને મારી નાંખશે. આ કેસને પતાવી દેવા માટે તું મારી સાથે હાઈકોર્ટમાં આવ. વિશાલના સાગરીતની આ વાત સાંભળીને પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહેતા જ્ઞાન પાટીલે કહ્યું હતું કે, શું પોલીસ-પોલીસ કરે છે, લે લામ્લેશ પાટીલની સાથે વાત કર, આજે જેલમાં ભાઈ લોગો સાથે મીટીંગ છે. આ ઉપરાંત જ્ઞાન પાટીલ 4 દિવસથી પીડિતાનો પીછો કરતો હતો અને દારુના નશામાં પીડિતાના ઘરની નજીક જઈને ગાળો આપતો હતો.

દારૂની નશામાં જ્ઞાન આ પ્રકારની હરકત કરતો હોવાના કારણે પીડિતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. દવા પીધા બાદ પીડિતાની તબિયત ખરાબ થઇ ગઈ અને તેને ઉલટી થવા લાગી હતી. ત્યારબાદ તે જમીન પર પડીને તડફડીયા મારવા લાગી અને તેને માતા-પિતાને કહ્યું હતું કે, તેને દવા પીધી છે. તેથી પીડિતાના પરિવારના સભ્યોએ તેને હોસ્પિટલમાં સારવાર સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. હાલ તેની સારવાર હોસ્પિટલમાં થઇ રહી છે. તો બીજી તરફ પોલીસ સમગ્ર મામલે આરોપી વિશાલ સામે બળાત્કાર, બદનામી, પોક્સો અને IT એકટ હેઠળ ગુનો દાખલ કરીને તેને જેલમાં રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp