CM ઉદ્ધવ ઠાકરેને વિપરિત પરિસ્થિતિઓમાં પણ સાથ આપી રહ્યા શિવસેનાના આ ધારાસભ્યો

PC: mid-day.com

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે આજે ધારાસભ્યો સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર, શિવસેનાના 37 ધારાસભ્યો સહિત 45 ધારાસભ્ય-કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ બાગી નેતાઓમાં સામેલ થયા છે. તેમજ, CM ઉદ્ધવ ઠાકરેની પાસે માત્ર મુંબઈના 5 ધારાસભ્યો બાકી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેનો સાથ આપી રહ્યા છે આ ધારાસભ્યો

  1. આદિત્ય ઠાકરે: ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી અને મુંબઈના વરલીથી ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ પોતાના પિતા CM ઉદ્ધવ ઠાકરેનો સાથે નથી છોડ્યો, એવા સમાચાર છે કે, શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેનાં વિદ્રોહથી બે દિવસ પહેલા આદિત્ય ઠાકરે અને શિવસેના સાંસદ સંજય રાઉતની સાથે પવઈની એક હોટેલમાં વિવાદ થયો હતો.
  2. રવીન્દ્ર વાયકર: મુંબઈના જોગેશ્વરી પૂર્વ સીટથી ત્રણ વાર જીતેલા શિવસેનાના ધારાસભ્ય રવીન્દ્ર વાયકર પણ CM ઉદ્ધવની સાથે જોવા મળી રહ્યા છે.
  3. સુનીલ પ્રભુ: શિવસેનાના ધારાસભ્ય સુનીલ પ્રભુ મુંબઈની દિનદોશી વિધાનસભાથી ધારાસભ્ય છે.
  4. રમેશ કોરગાવકર: મુંબઈના ભાંડૂપ વેસ્ટ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય રમેશ કોરગાવકર પણ ઉદ્ધવ ઠાકરેની સાથે છે.
  5. સંજય પોતનીસ: મુંબઈની કલિના વિધાનસભાથી શિવસેનાના ધારાસભ્ય સંજય પોતનીસ CM ઉદ્ધવ ઠાકરેનો સાથ આપતા જોવા મળી રહ્યા છે.

આ ધારાસભ્યો ઉપરાંત ભાસ્કર જાધવનું નામ પણ સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાસ્કર જાધવ પણ એકનાથ શિંદેના સંપર્કમાં છે. ઉદ્ધવ ઠાકરેની અપીલ પછી પણ પાર્ટીના અન્ય 7 ધારાસભ્ય બાગી બન્યા છે અને ગુવાહાટીમાં એકનાથ શિંદેની પાસે પહોંચી ગયો છે. હવે શિંદેએ દાવો કર્યો છે કે, તેમની પાસે પાર્ટીના 45 ધારાસભ્યો છે, જ્યારે કુલ 46 ધારાસભ્યો તેમની સાથે જ છે. આ ઉપરાંત, પાર્ટીના 17 સાંસદ પણ તેમનો સાથ આપી શકે છે.

નોંધનીય છે કે, બુધવારે ગુવાહાટી પહોંચ્યા બાદ શિંદેએ અપક્ષ ધારાસભ્યો સહિત 46 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. તેમને મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખ્યો હતો, જેના પર શિવસેનાના 35 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. 

એકનાથ શિંદેએ સંજય શિરસાઠ નામના ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રને શેર કર્યો છે. પત્રમાં CM ઉદ્ધવ ઠાકરેનું નામ છે પણ તેમાં સંબોધિત બાલા સાહેબ ઠાકરેને કરવામાં આવ્યા હતા. પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે આ પત્ર પોતાના વિઠ્ઠલ હિન્દૂ હૃદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેને આ કારણે લખી રહ્યા છે. કેમ કે, કાલે સાચે જ વર્ષા બંગલાના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખોલી દેવામાં આવ્યા હતા, બંગલા પર ભીડને જોઈને ખુશી થઇ. ગત અઢી વર્ષથી શિવસેનાના ધારાસભ્ય તરીકે અમારા માટે આ દરવાજા બંધ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp