આ બે સિનિયર મંત્રીઓએ ગાંધીનગરનું પોતાનું કાર્યાલય ખાલી કરી દીધું

PC: khabarchhe.com

ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ આખું મંત્રીમંડળ નવું બનશે તે નક્કી હતું. તેમાં નવા ચહેરાઓને સ્થાન મળશે જે યુવા હશે તેવી વાત પણ આવી હતી. આ કરવા માટે સ્વાભાવિક પણે વર્ષોથી મંત્રી રહેલા સિનિયરોમાંથી ઘણાનો ભોગ લેવો પડે. કોણ લેવાશે અને કોણ પડતા મુકાશે તેની અટકળો તો બે દિવસથી ચાલી રહી છે પરંતુ બે મંત્રીઓ એવા છે જેમણે પોતાનું કાર્યાલય ખાલી કરી દીધુ છે.

ગાંધીનગરમાં બુધવારે વહેલી સવારથી જ તમામ ધારાસભ્યોને બોલાવી લેવાયા હતા. તેમણે સૂચના અપાઇ હતી કે તેમણે આદેશ આવે એટલે શપથવિધિમાં હાજર રહેવાનું છે. એટલે તમામ ધારાસભ્યો મોડીરાત્રે મળેલા મેસેજને આધારે વહેલીસવારે ગાંધીનગર પહોંચી ગયા હતા. તેમાંથી જે અગાઉ મંત્રી હતા તેમણે તેમની ઓફિસોમાંથી તેમની અંગત વસ્તુઓ દૂર કરી દીધી હતી. વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા અને કુંવરજી બાવળિયાએ પોતાની ઓફિસ ખાલી કરી દીધી હતી. તેમની અંગત વસ્તુઓ કારમાં લઇને તેમનો સ્ટાફ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતો જોવા મળ્યો હતો.

ચર્ચા મુજબ ભૂપેન્દ્રસિહ ચૂડાસમાને હવે વિધાનસભામાં અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે. કુંવરજી બાવળિયાને પણ સંગઠનમાં કોઇ હોદ્દો અથવા રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનમાં લઇ જવાય તેવું કહેવાઇ રહ્યું છે. તેઓ કોળી સમાજના મોટા નેતા છે.

હવે બધાની મીટ નીતિન પટેલ પર મંડાયેલી છે. તેમને કેબિનેટમાં રખાય છે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે તેઓ જાહેરમાં નારાજગી બતાવી ચૂક્યા છે. સિનિયર નેતાઓ તેમને મનાવ્યા હોવાનું પણ કહેવાય છે. જોકે, હાલ તો મંત્રીમંડળ બપોર પછી જાહેર થાય ત્યારે જ ખબર પડશે કે નીતિનભાઇનું શું કરવામાં આવે છે.

મંત્રીમંડળમાંથી મોટાભાગના સિનિયર નેતાઓને પડતા મૂકવામાં આવે તેવી સૂચના હાઇકમાન્ડમાંથી આવી છે અને તેના આધારે જ વધુ યુવા ચહેરાઓ અને મહિલાઓને સ્થાન અપાય તેવી અટકળો છે.

આ નામો પર અસમંજસ

1) કૌશિક પટેલ

2) જવાહર ચાવડા

આમને પડતા મૂકવામાં આવી શકે

1) ઇશ્વર પરમાર

2) કુંવરજી બાવળિયા

3) બચુભાઇ ખાબડ

4) વાસણ આહિર

5) કિશોર કાનાણી

6) યોગેશ પટેલ

7) વિભાવરી દવે

8) પુરૂષોત્તમ સોલંકી

આ પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે

1) નીતિન પટેલ

2) પ્રદીપસિંહ જાડેજા

3) આર.સી. ફળદુ

4) ગણપત વસાવા

5) દિલીપ ઠાકોર

6) રમણ પાટકર

7) જયદ્રથસિંહ પરમાર

8) ઇશ્વર પટેલ

9)જયેશ રાદડિયા

મંત્રીની રેસમાં બીજા કોણ ?

જીતુ વાઘાણી

રાજેન્દ્ર ત્રિવેદી

આત્મારામ પરમાર

નીમાબેન આચાર્ય

મનીષા વકીલ

સંગીતા પાટીલ

નિમિષા પંચાલ

અજમલજી ઠાકોર

ગજેન્દ્ર પરમાર

રાકેશ શાહ

જગદીશ પંચાલ

શશીકાંત પંડ્યા

કિરીટસિંહ રાણા

મોહન ડોડીયા

કાંતિ બલર સુરત

હર્ષ સંઘવી

શૈલેષ મહેતા સોટ્ટા

દુષ્યંત પટેલ

ઋષિકેશ પટેલ

જીતુ ચૌધરી

અરવિંદ રાણા - સુરતી

કેતન ઈનામદાર

કનુ પટેલ

હિતુ કનોડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp