કેજરીવાલ આ વખતે વારાણસીથી ચૂંટણી નહીં લડે

PC: dailypost.in

2014 લોકસભા ચૂંટણીમાં વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર આપનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણી લડશે નહી. પરંતુ આમ આદમી પાર્ટી (આપ) કાશીથી કોઈ અન્ય મજબૂત ઉમેદવારને ઉભો કરી શકે છે.

આપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્યસભાના સભ્ય સંજય સિંહએ જણાવ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણી લડશે નહી. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે અને પોતાના રાજ્ય પર વિશેષ ધ્યાન આપવા માંગે છે.

સંજય સિંહએ કહ્યું હતું કે, કેજરીવાલએ ભાજપના પ્રધાનમંત્રી પદના તત્કાલીન દાવેદાર નરેન્દ્ર મોદીને ગત લોકસભા ચૂંટણીમાં વારાણસી સીટ પર પડકાર આપ્યો હતો. પાર્ટી આ વખતે વારાણસીમાં કેજરીવાલની જગ્યાએ અન્ય કોઈ મજબૂત ઉમેદવારને ઉભો કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલએ વર્ષ 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને નવી દિલ્હીની સીટ પરથી હરાવ્યા હતા. ત્યાર પછી 2014 લોકસભા ચૂંટણીમાં તેઓ મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડ્યા હતા અને બીજા સ્થાન પર રહ્યા હતા.

આપ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ચંદીગઢની દરેક લોકસભા ચૂંટણી પર જયારે ઉત્તરપ્રદેશમાં કેટલીક સીટો ઉપરથી ચૂંટણી લડશે. ફેબ્રુઆરી સુધીમાં ઉત્તરપ્રદેશ અંગે બધું જ સ્પષ્ટ કરવામાં આવશે. પાર્ટી વારાણસી સિવાય પૂર્વાંચલ અને પશ્ચિમાંન્ચલની કેટલીક સીટો ઉપરથી ચૂંટણી લડશે જ્યાં તેમનું સંગઠન મજબૂત છે.

આવનાર લોકસભા ચૂંટણીમાં આપના મુદ્દાઓ અંગે સિંહએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં તેમની પાર્ટીની સરકારે શિક્ષા, સ્વાસ્થ્ય, ખેડૂતો, વીજળી, પાણી અને પ્રાથમિકતાઓ પર કામ કરી રહી છે. જો અમે રાષ્ટ્રીય રાજકારણમાં જઈશું તો દરેક જણ માટે શિક્ષા, નબળા વર્ગ માટે નિઃશુલ્ક શિક્ષા, બેરોજગારી ખતમ કરવા તેમજ સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાના મુદ્દાને લઇ લોકોની વચ્ચે જઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp