ભાજપના 14 વગદાર પાટીદાર નેતાઓની ટિકિટ કાપવા ચોક્કસ નેતાની ચાલ

PC: sabrangindia.in

ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રદેશના આગેવાનોને  મેયર જૈમન સાથે 4/5 લોકોએ રાજકોટ દક્ષિણ સીટના પ્રજા પ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ માટે એવી નબળી રજૂઆત કરી કે ગોવિંદભાઈ નિષ્ક્રિય છે અને પ્રજામાં લોકપ્રિય નથી. ગુજરાતના દસ શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે હમણાં જ NGO દ્વારા સન્માનિત કરવામાં આવેલા ગોવિંદભાઈ માટે આટલો બધો રાગ દ્વેષ શા માટે? શું મિનિસ્ટર સ્ટ્રીટમાંથી બંગલા નંબર એકમાંથી સુચના આપી છે કે પટેલ સમાજના મોટા માથાઓને વેતરીને મગતરા પાટીદારોને જ ટિકિટ આપવી. અગાઉ પણ મહેસાણાના નિતીન પટેલ, સુરતના નરોત્તમ પટેલ, ઊંઝાના નારણ પટેલ, અમદાવાદના બાબુ પટેલ, અમદાવાદના કૌશિક પટેલ, કમલેશ પટેલ સહિત 14 જેટલા પાટીદાર સમાજના વગદાર નેતાઓની ટીકીટ કાપવા માટે ભારે લોબિંગ અને દબાણ કરવામાં આવી રહ્યું છે.

પ્રદેશ ભાજપના આગેવાનો પણ આવી નકારાત્મક રજૂઆત સાંભળી ને સમસમી ગયા હતા. તેઓ કહે છે કે કેટલાક નેતાઓએ 35 વર્ષથી ભાજપની સાથે રહેતી પાટીદારોની વગદાર મત બેંકને ખતમ કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેથી તો આંદોલન ચાલી રહ્યું છે. આવા નબળા લોકો  ગોવિંદભાઈની કે પાટીદાર સમાજના નેતાઓની લોકપ્રિયતા નક્કી કરશે? જૈમન જેવા લોકોને કારણે જ પીએમ મોદીએ વધુ મહેનત કરવી પડે છે. જય સરદાર કહીને એવી ઝુંબેશ ભાજપના રાજકોટના આગેવાન નિતીન રામાણીએ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.