તુર્કીએ સીરિયા પર કરી બોમ્બ વર્ષા, ભારતે ચિંતા વ્યક્ત કરતા લખ્યું...

PC: intoday.in

અમેરિકી સૈન્ય હટી જતાની સાથે જ તુર્કીએ સીરિયામાં બોંબ વર્ષા શરૂ કરી છે.તુર્કીના રાષ્ટ્રપતિએ ટ્વીટર પર જ હુમલાનું એલાન કર્યું હતું. ભારતે આ બાબતે ચિંતા વ્યકત કરીને તીખી પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે તુર્કીના એકશન પર ભારત ચિંતીત છે અને બનેં દેશોને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાની અપીલ કરે છે.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાંથી અમેરિકન સૈન્યને પરત બોલાવવાનો આદેશ કરતાની સાથે જ તુર્કીએ સીરિયા પર ધડાકા કરી દીધા હતા.

ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે તુર્કી સીરિયાની સ્વાયત્તાનું સન્માન કરે. જો કોઇ વિવાદ હોય તો તેનો વાતચીતથી ઉકેલ લાવવા પ્રયાસ કરે.તુર્કી દ્રારા નોર્થ ઇસ્ટ સીરિયામાં બોંબ ફેંકવાની ઘટના ચિંતાનો વિષય છે.વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે તુર્કીનું પગલું આસપાસના વિસ્તારમાં આતંકવાદ વિરુદ્ધ ચાલતી લડાઇને કમજોર કરી શકે છે.માનવીય અને સ્થાનિક લોકો માટે પણ તુર્કીનું પગલું ચિંતાનો વિષય છે.

mea_101019035442.jpg

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાંથી અમેરીકી સૈન્યને હટાવી લેવાનો આદેશ કર્યો હતો. જે મુજબ મંગળવાર અને બુધવારથી અમેરિકાના સૈનિકો પરત જઇ રહ્યા હતા એટલામાં જ તુર્કીએ સીરીયા પર બોંબ ધડાકા કરવાનું શરૂ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp