રાજસ્થાનમાં રસ્તા પર મળ્યા EVM, 2 ઓફિસરો પર તવાઈ

PC: rstv.nic.in

રાજસ્થાન ચૂંટણીમાં શુક્રવારે મતદાન બાદ રસ્તા પર EVM મળી આવવાના મામલામાં ચૂંટણી આયોગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આયોગે આ મામલે બે ઓફિસરોને સસ્પેન્ડ કર્યા છે. જણાવી દઈએ કે, બારાં જિલ્લાનાં કિશનગંજ વિધાનસભાના શાહાબાદ ક્ષેત્રમાં મતદાનકર્મીઓની લાપરવાહી સામે આવી હતી. શાહાબાદ ક્ષેત્રના મુગાવલી રોડ પર નેશનલ હાઈવે 27 પર એક સીલબંધ EVM લાવારિસ હાલતમાં મળી આવ્યુ હતુ. મતદાન બાદ EVMને સીલ કરી દેવામાં આવ્યુ હતુ. જોકે, તેની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ થઈ હોવાની વાત સામે આવી નથી. નધણિયાત હાલતમાં રસ્તા પર EVM મળવાના સમાચાર બાદ શાહબાદ પોલીસ મથકના અધિકારી નારાયણ રામે ઘટના સ્થળે પહોંચી EVMને કબ્જામાં લીધી હતુ.

બીજી તરફ પાલી વિધાનસભા ક્ષેત્રના રિટર્નિંગ ઓફિસર મહાવીરનુ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યુ હતુ અને તેમની જગ્યાએ જોધપુરથી રાકેશને પાલીના રિટર્નિંગ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સમગ્ર રાજ્યમાં ઘણા જિલ્લાઓ પાલી, નાગોર, ઝાલાવાડ અને બિકાનેરમાં EVMની સાથે છેડછાડ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

જણાવી દઈએ કે, રાજસ્થાનમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવેલા એક્ઝિટ પોલ્સમાં જનતાએ સત્તારૂઢ BJPને બહાર કરી દીધી છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસની ભારે બહુમતિ સાથે વાપસી જોવા મળી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp