શું હકીકતમાં આટલા મોટા બળવાથી અજાણ હતા ઉદ્ધવ ઠાકરે?

PC: deccanherald.com

શિવસેનામાં એકનાથ શિંદેના બળવાથી હવે મહાવિકાસ અઘાડી સરકારનું અસ્તિત્વ જોખમમાં છે. જે પણ હોય, હવે ફરી એક વખત ફોકસ ભૂતકાળ પર છે અને તેનાથી ઉદ્દભવેલા કેટલાક પ્રશ્નોના જવાબ અત્યારે પણ નથી. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જ્યારે આટલો મોટો બળવો થઈ રહ્યો હતો તો મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેની જાણકારી કેમ ન થઈ? આ બળવાએ પાર્ટી પર ઉદ્ધવ ઠાકરેની પકડ અને શિવસેનાના ભવિષ્ય પર ગંભીર સવાલ ઊભા કરી દીધા છે.

પાર્ટી પોતાના બળવાખોર ધારાસભ્યને પાછા લાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે શિવસેના વચ્ચે આટલો મોટો વિદ્રોહ જન્મ લઈ રહ્યો હતો તો નેતૃત્વને કોઈ શંકા કેમ ન થઈ? ક્યાંક એવું તો નથી કે તેને ગંભીરતાથી લીધું ન હોય કે આ એક વિચાર હતો, પરંતુ તેને ખૂબ ગંભીરતાથી ન લેતા કશું જ ન કરવામાં આવ્યું? આ સવાલ પૂછવાનું એક કારણ પણ એ છે કે, શિવસેનામાં અસંતુષ્ટ કાર્યકર્તાઓનું એક મોટું ગ્રુપ છે. આ વાત કોઇથી છૂપી નથી.

એકનાથ શિંદે નારાજ હતા અને પાર્ટીની અંદર ઘણા લોકો છે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે. આ વાત મહારાષ્ટ્રની રાજનીતિ પર નજર રાખનારા સારી રીતે જાણે અને સમજે છે. તો આ વાતનો શું જવાબ છે કે, શિવસેનાનું નેતૃત્વ તેનાથી કેમ અજાણ રહ્યું? એક વાત તો એ નક્કી છે, જે રીતે રાજનીતિ બનાવવામાં આવી, ધારાસભ્ય ભેગા કરવામાં આવ્યા, પહેલા સુરત અને પછી ગુવાહાટીનો પ્રવાસ થયો અને પછી આગળથી બધી કાયદાકીય પ્રક્રિયા તૈયાર કરવામાં આવી, તેનાથી સ્પષ્ટ છે કે આ બધુ મહિનાઓનું પરિણામ છે.

ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકારને તેની તૈયારીની ભનક પણ ન લાગી. રાજ્યસભા અને વિધાન પરિષદ ચૂંટણી દરમિયાન શિવસેનાએ બધા ધારાસભ્યોને એક સાથે એક હોટેલમાં રાખ્યા હતા જેથી ક્રોસ વોટિંગ ન થાય. કોઈ પણ રાજ્યનો ગુપ્ત વિભાગ, મુખ્યમંત્રીઓ માટે નિયમિત બ્રિફિંગ કરે છે. રાજ્યોના ગૃહ મંત્રાલય અને મુખ્યમંત્રીઓને પોલીસના ઉચ્ચ અધિકારી તમામ ઘટનાક્રમથી અવગત કરાવતા રહે છે.

ગુપ્ત વિભાગ રાજ્યમાં રાજકીય આંદોલનો, પાર્ટીના આંદોલનો અને ગુનાહિત ગતિવિધિઓ પર ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરે છે. શું મહારાષ્ટ્રના ગુપ્ત વિભાગને ધારાસભ્યોના વિદ્રોહ બાબતે ખબર ન પડી? જો જવાબ હાં છે, તો મુખ્યમંત્રીને તેની જાણકારી કેમ ન કરવામાં આવી અને જો જાણ કરવામાં આવી તો એ જાણકારીના આધાર પર વિદ્રોહને રોકવા માટે કોઈ પગલું કેમ ન ઉઠાવવામાં આવ્યું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp