26th January selfie contest

કેન્દ્રીયમંત્રી બન્યા રાજા જનક, જુઓ તેમની એક્ટિંગ

PC: twitter.com/drharshvardhan

કેન્દ્રીય અર્થ એન્ડ સાયન્સ, ફોરેસ્ટ, પર્યાવરણ એવં જળવાયુ પરિવપ્તન મંત્રી હર્ષવર્ધને શુક્રવારની રાતે દિલ્હી સ્થિત લવ-કુશ રામલીલામાં સીતાનાં પિતા રાજા જનકનું પાત્ર નિભાવ્યું હતું. મળતી માહિતી અનુસાર, જનકનો રોલ પ્લે કરવા દરમિયાન તેમનાં કેટલાક ફોટો પણ સામે આવ્યા છે. આ ફોટામાં કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન રાજા જનકની ભૂમિકા નિભાવતી વખતે સિંહાસન પર બેઠેલા નજરે ચડ્યાં હતાં.

કેટલાક મહિનાઓ અગાઉ હર્ષવર્ધનને જ્યારે આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનો રોલ નાનો હશે આથી તેમણે આને માટે સહમતિ આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય સામાજિક ન્યાય તેમજ અધિકારિતા રાજ્ય મંત્રી વિજય સાંપલા માતા પાર્વતીનાં પિતા અને ભગવાન શંકરનાં સસરા હિમાવતની ભૂમિકા નિભાવશે.

નવી દિલ્હીની જાણીતી લવ-કુશ રામલીલા કમિટીનાં જણાવ્યા અનુસાર, દિલ્હી BJP અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી ગત વર્ષની જેમ અંગદની ભૂમિકા નિભાવશે. જ્યારે, દિલ્હી વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અને BJP નેતા વિજેન્દ્ર ગુપ્તા અત્રી ઋષિની ભૂમિકા નિભાવતા દેખાશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp