પાટીદાર અનામત: ખોડલધામ, ઉંઝા, PAAS કરશે મંત્રણા, ત્યાર બાદ ટેકાનો નિર્ણય

15 Nov, 2017
05:00 PM
PC: gujarattourism.com

પાટીદાર અનામત અંગે પાટીદાર સમાજની બે સર્વોચ્ચ ધાર્મિક સંસ્થાઓ મેદાનમાં આવી છે. PAASનાં આગેવાનો સાથે અનામત અંગે ચર્ચા કરવા માટે ખોડલધામ અને ઉંઝા ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. આ સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ PAAS દ્વારા પોતાનું ચૂંટણીલક્ષી સમર્થન જાહેર કરશે.

આ મીટીંગમાં PAASની સાથે પાટીદાર સમાજના આગેવાનો પણ જોડાશે અને ચૂંટણી સહિત અનામત અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. ભાજપે અનામત કરેલી કાર્યવાહીથી પાટીદાર સમાજમાં ભારોભાર અસંતોષ છે.જોકે, ભાજપે ઓબીસી આયોગ બનાવ્યું છે અને ભોગ બનેલાઓને રાહત અને આર્થિક મદદ પણ પહોંચાડી છે પરંતુ અનામત અંગેનાં બંધારણીય વિકલ્પ અંગે પાટીદાર સમાજ અને PAASને સંતોષ થયો નથી.

કોંગ્રેસે બંધારણીય રીતે PAASને અનામતના લાભો અને ઓબીસી ક્વોટા અંગે વિકલ્પો આપેલા છે ત્યારે ખોડલધામ અને ઉંઝા સંસ્થાન સાથે ચર્ચા કર્યા બાદ PAAS પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: