લોકસભા ચૂંટણી પહેલા BJPને મોટો ઝટકો, કેબિનેટ મંત્રીએ મંત્રાલય છોડવાની કરી રજૂઆત

PC: swarajyamag.com

લોકસભા ચૂંટણી પહેલા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. લાંબા સમયથી નારાજ ચાલી રહેલા ઓમ પ્રકાશ રાજભરે ઉત્તર પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દેવાની રજૂઆત કરી છે. ઓમ પ્રકાશ રાજભરે આને લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચિઠ્ઠી પણ લખી દીધી છે. ઓમ પ્રકાશ રાજભર પાસે હાલમાં બેકવર્ડ ક્લાસ વેલફેર ડિપાર્ટમેન્ટ છે.

Image result for Om Prakash Rajbhar

તેમણે પોતાના લેટરમાં લખ્યું હતું કે, તેઓ આ મંત્રાલયનો પ્રભાર પાછા મુખ્યમંત્રીને આપી રહ્યા છે. રાજભરે પોતાના લેટરમાં સરકાર દ્વારા બેકવર્ડ ક્લાસના વિદ્યાર્થીઓને થતો અન્યાય અને બેકવર્ડ જાતિઓને 27% અનામતની વહેંચણી સામાજિક ન્યાય સમિતિના રિપોર્ટ મુજબ ન કરવામાં આવતા તેમણે રોષ વ્યક્ત કર્યો છે.

તમને જણાવી દઇએ કે ઓમ પ્રકાશ રાજભર સતત યોગી સરકાર અને BJP વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા. થોડા દિવસ પહેલા અખિલેશ યાદવે સપા-બસપા ગઠબંધનની જાહેરાત સમયે સંકેત આપ્યા હતા કે, તેમની અને ઓમ પ્રકાશ રાજભર વચ્ચે વાતચીત ચાલી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp