આઝમના નિવેદન પર ભડક્યા યોગી, આવા લોકો માટે જ બનાવી હતી એન્ટી રોમિયો સ્ક્વોડ

PC: indiatvnews.com

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જયા પ્રદા પર કથિતરીતે કરવામાં આલી શ્લીલ ટિપ્પણીને લઈને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાં પર નિશાનો સાધ્યો છે. યોગીએ સાથે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર હુમલો કરતા કહ્યું હતું કે, આઝમ ખાંના શરમજનક નિવેદન છતા બંને નેતા ચુપ છે. યોગીએ કહ્યું હતું કે, આઝમ ખાં જેવા લોકો માટે જ તેમણે એન્ટી-રોમિયો સ્ક્વોડ બનાવી હતી. તેમણે કહ્યું હતું કે આઝમ ખાંનું નિવેદન તેમની નીચલી કક્ષાની વિચારસરણી દર્શાવે છે.

આઝમના નિવેદન પર નિસાનો સાધતા કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જયા પ્રદા પર આઝમ ખાંની ટિપ્પીનું સ્તર ભદ્દું અને તુચ્છ છે. આવા નિવેદન એક જીવંત લોકતંત્ર માટે અપમાનજનક છે. આશા રાખું છું કે, ચૂંટણી આયોગ અને અખિલેશ યાદવ તેની નોંધ લેશે તેમજ કાર્યવાહી કરશે. નિશ્ચિતરીતે આઝમ ખાંનું નિવેદન નિંદનીય છે. રાજકારણમાં એવા લોકો માટે કોઈ જગ્યા નથી, જે વિરોધીઓની ટીકા કરવામાં મર્યાદિત વિમર્શ જાળવી નથી શકતા.

આ અંગે આઝમ ખાંનું કહેવું છે કે, તેમણે કોઈનું નામ નથી લીધું અને જો તે દોષી સાબિત થાય તો લોકસભા ચૂંટણી નહીં લડશે. તેમણે કહ્યું હતું કે, હું રમપુરથી 9વાર ધારાસભ્ય અને એકવાર મંત્રી રહી ચુક્યો છું. મને ખબર છે કે શું બોલવું. જો કોઈ એ વાત સાબિત કરી દે કે મેં કોઈનું નામ લીધું અને કોઈનું નામ લઈને અપમાન કર્યું. જો તે સાબિત થાય તો હું ચૂંટણીમાંથી હાથ પાછા ખંચી લઈશ. હું દિલ્હીના એક એવા વ્યક્તિ વિશ વાત કરી રહ્યો  હતો, જે હાલ બીમાર છે. જેણે કહ્યું હતું કે, હું રાયફલ લઈને જઈશ અને આઝમ ક્યાંક દેખાઈ જાય તો તેને ગોળી મારી દઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp