VIDEO: વિધાનસભાની મારામારીનો વીડિયો આવ્યો સામે, ખરેખર શરમજનક દૃશ્યો

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિઓએ શરમજનક વ્યવહાર કરતા હોબાળો મચી ગયો છે. ગુજરાત વિધાનસભામાં છૂટ્ટા હાથની મારામારી આજે ઘટના બની હતી.  કોંગ્રેસ પાર્ટીને પ્રશ્ન ન પૂછવા દેવામાં આવતા છૂટ્ટા હાથની મારામારીના દૃશ્યો સર્જાયા હતા. ગૃહ મુલતવી રખાયા બાદ સાવરકુંડલા અને નિકોલના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી, જેને કારણે કોંગ્રેસના વિક્રમ માડમ, અમરીશ ડેર, પ્રતાપ દૂધાતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રતાપ દૂધાતે જગદીશ પંચાલને બેલ્ટ માર્યો હતો, જેને કારણે તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

બીજી બાજુ અમરીશ ડેર અને વિક્રમ માડમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મારામારી કરનારા ધારાસભ્યનો આરોપ હતો કે તેમને પ્રશ્ન નહોતા પૂછવા દેવામાં આવતા. આ ઘટનામાં જામખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમનું માઇક પણ તોડી નાખવામાં આવ્યું હતું. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જે દૃશ્યો છે, તે ખરેખર લોકશાહી માટે શરમજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp