અલ્પેશ કથીરિયાની બીજી ઓડિયો કલીપ વાયરલ થઇ, જાણો પોલીસને શું ધમકી આપી

PC: facebook.com

સુરતના PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાના કોર્ટ દ્વારા જામીન રદ થયા પછી અલ્પેશ અન્ડર ગ્રાઉન્ડ છે અને સુરત પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાને પકડવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની એક ટીમ અલ્પેશને પકડવા માટે જે સમયે અલ્પેશના ગામ ગઈ હતી ત્યારે અલ્પેશ કથીરિયાએ એક ઓડિયો ક્લીપ વાયરલ કરીને પોલીસ ખોટી રીતે તેના સગા સંબધીઓને હેરાન કરી રહી છે તેવું જણાવ્યું હતું.

ત્યારબાદ ફરી એકવાર અલ્પેશ કથીરિયાની એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લીપમાં અલ્પેશે જણાવ્યું હતું કે, એક માસ વીત્યા પછી રજિસ્ટ્રી વિભાગે કંઈ કાર્યવાહી નથી કરી, તેનું મને સહેજ પણ દુ:ખ નથી. પરતું મારા પરિવાર, મિત્ર મંડળ અને ખાસ કરીને હું જ્યારે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું, ત્યારે મારા પાર્ટનર જે વકીલ મિત્રો છે, તેને સુરતની ક્રાઈમ બ્રાંચ હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે.

ક્રાઈમ બ્રાંચના PSI ત્રિવેદી બાબતે અલ્પેશે જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાંચના PSI ત્રિવેદીને હું વિનંતી કરું છું કે, સુરત શહેરની પબ્લીક, PAASની ટીમ, મારું પરિવાર અને ખાસ કરીને મારા ધંધાને અસર કરતા એક પણ પ્રયત્ન ન કરે નહીં તો, આવનારા દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહે. આ મેસેજથી સુરત પોલીસને પણ મારી વિનંતી છે કે, કાયદાકીય રીતે પ્રક્રિયામાં આગળ વધે કોઈના અંગત જીવનમાં ડોક્યું કરવાની કોશિશ ન કરે, નહીં તો તમારા અંગત જીવનમાં મને પણ ડોક્યું કરવાનું આવડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp