રાહુલ અંગે કોંગ્રેસે કહ્યું-નિંદાથી તે વળી માનહાનિ થતી હશે, અમે સુપ્રીમમાં જઇશું

PC: telegraphindia.com

ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'મોદી સરનેમ' ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી છે. રાહુલ ગાંધીની બે વર્ષની સજા અકબંધ રહેશે અને તેમનું સંસદ પદ પરત નહીં આવે.આ સમગ્ર મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ આ સમગ્ર મામલે રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ અપીલ 25 એપ્રિલે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. 67 દિવસ બાદ નિર્ણય આવ્યો છે. તેમણે વ્યંગમાં કહ્યુ કે આ અનન્ય છે. સમગ્ર સમુદાય જેની કોઇ વ્યાખ્યા નથી, એમાં માનહાનિ થતી નથી. અરજદાર કેવી રીતે માનહાનિનો શિકાર બન્યા તે જાણી શકાયું નથી. આમાં કોઈ દ્વેષ ન હતો, કે કોઈ નુકસાન થયું ન હતું. રાહુલને કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. ભાજપના લોકોએ તેમની સામે ઘણા કેસ કરાવ્યા છે.

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે માનહાનિના કેસનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જનતાની દરબારમાં ભાજપની વાત રાખીશું. અગાઉ પણ કહ્યું હતું કે વેરની રાજનીતિથી લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ બધાથી રાહુલ ગાંધી ડર્યા નથી. તેઓ ભાજપના જુઠ્ઠાના પર્દાફાશ કરતા રહેશે. સિંઘવીએ કહ્યુ કે અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર સત્યનો સાથ આપશે, અહંકારી સત્તાને અંતમાં કડક જવાબ આપશે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઇકોર્ટે માનહાનિને જઘન્ય અપરાધ બતાવ્યો છે, મને લાગે છે કે સુપ્રીમ કોર્ટ બધું બરાબર કરી દેશે. તેમણે કહ્યું કે, શું નિંદાથી બદનક્ષી થાય છે? આ કાયદાકીય રીતે ખોટું છે, જે અમે સુપ્રીમ કોર્ટમાં આ વાત રાખીશું. આમા પ્રધાનમંત્રીની કોઇ બદનામી થઇ નથી. તે અરજદાર ક્યાં છે? અમે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું. રાહુલ વિરૂદ્ધ મોટા ભાગના મામલા ભાજપના કાર્યકરો દ્વારા દાખલ કરવામાં આવ્યા છે.

સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019 કરવામાં આવેલા માનહાનિના કેસમાં IPCની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો. એ પછી બીજા દિવસે ગાંધીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી 2019માં લોકસભામાં ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp