વાયરલ CD પર જાણો શું બોલ્યો હાર્દિક પટેલ

07 Dec, 2017
02:31 PM
PC: twitter.com/HardikPatel_

વિધાનસભાની ચૂંટણીને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ પૂરજોશમાં રાજ્યમાં વિવિધ જગ્યાએ BJP વિરુદ્ધ પ્રચાર કરી રહ્યો છે, ત્યારે બુધવારે મોડીરાત્રે કહેવાતી હાર્દિક પટેલની 5 CD સામે આવી હતી, જેને લઈને ફરીએકવાર હાર્દિક સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, પરંતુ હાર્દિકને આનાથી કોઈ ફરક પડતો નથી, તેવું લાગે છે.

સતત વાયરલ થઈ રહેલી સેક્સ CD પર હાર્દિકે કહ્યું હતું કે, મને આનાથી કોઈ વાંધો નથી, તો જોનારાને શું વાંધો હોય. મોજ કરો. હાર્દિકે રામ મંદિરને લઈને પણ BJP પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે, વિકાસ તો એક બહાનું છે. ચૂંટણીમાં જાતિઓને લડાવવામાં આવી રહી છે. રામ મંદિર તો ગામ-ગામ અને દરેક શહેરમાં બન્યું છે. હા, તમે રામ લલાની વાત કરી શકો છો, તેમના કર્મ, ધર્મની વાત કરી શકો છો. હાર્દિકે કહ્યું કે, જ્યારે અમે બાળકો હતા, ત્યારે શીખવાડવામાં આવતું હતું કે, હિન્દુ-મુસ્લિમ-શિખ-ઈસાઇ, બધા ભાઈ-ભાઈ. પરંતુ જ્યારે મોટા થયા ત્યારે તું હિન્દુ અને તું મુસલમાન એવું કહેવામાં આવ્યું.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.