26th January selfie contest

વારાસણીથી ચૂંટણી લડવા અંગે હાર્દિકે આપ્યું આ નિવેદન

PC: twitter.com/hardikpatel_

પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ હાલમાં વારાસણીમાં છે. ધાર્મિક યાત્રા અંતર્ગત હાર્દિક આજે વારાસણી પહોંચ્યો હતો. રવિવારના રોજ હાર્દિક કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિરના દર્શને ગયો હતો. બાબા વિશ્વનાથના દર્શન કર્યા બાદ હાર્દિકે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, હું ધાર્મિક યાત્રા પર છું. આને રાજનીતિ સાથે ન જોડવામાં આવે. કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના નિર્માણનું ધાર્મિક કાર્ય છે. રહી વાત સાડા ચાર વર્ષના વિકાસની તો બનારસમાં ફક્ત ખાડા અને ટ્રાફિકનો વિકાસ થયો છે.

તેણે વધુમાં કહ્યું હતું કે, તે ગરીબ, ખેડૂત અને યુવાની સમસ્યા જાણવા-સમજવા માટે બનારસ નહીં દેશના દરેક હિસ્સામાં જશે. તેણે કહ્યું હતું કે, મને મા ગંગાએ નથી બોલાવ્યો, હું તો જાતે આવ્યો છું. હાર્દિકે બનારસથી ચૂંટણી લડવાની વાતથી ઇનકાર કરી દીધો હતો.

તેણે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનના સમર્થનના સવાલ પર કહ્યું હતું કે, ભાજપ વિરુદ્ધ હું બધા માટે ઉભો છું. વર્ષ 2019મા સમર્થનના સવાલ પર તેણે કહ્યું હતું કે, અમે સત્તા વિરુદ્ધ છીએ અને દરેક જગ્યાએ અલગ-અલગ સ્થિતિ છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp