સેક્સ CD મામલે કાયદો શું કહે છે?

PC: unifiedmanufacturing.com

હાર્દિકની CDઓ આજકાલ બહુ ગાજે છે. એમ તો સંજય જોષીની CD પણ બહુ ગાજી હતી. વેલ, ચૂંટણી આવી એટલે આવી તો બીજી CD પણ ગાજે તો નવાઇ પામવા જેવું નહીં હોય, પરંતુ હાર્દિકની CD બહાર પડી હવે કાયદો શું કરશે એ અંગે જાણવાની પણ જરૂર છે.

  1. હાર્દિકની CD બહાર આવી એ સાથે જ પહેલાં તો એ CDને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલીને તેની તપાસ કરાવવી રહી કે તે અસલી છે કે નકલી. જો CD નકલી હોય તો કેસ સાઇબર ક્રાઇમનો થશે. એ સંજોગોમાં આઇટી એક્ટની કલમ 66 અને 67 હેઠળ કાર્યવાહી કરવી પડે. આ કેસ થાય તો કંઇ આસાનીથી તેનો નિવેડો આવે એમ નથી. આઇટી એક્ટ હેઠળ સેક્સ CD જોવી ગુનો નથી, પરંતુ તેનું પ્રકાશન કરવું કે તેમાં સહાય કરવી ગુનો બને છે. ઉપરાંત આઇટી એક્ટ હેઠળ આ પ્રકારની સામગ્રીને સેવ કરીને રાખવું એ અપરાધ ગણાય છે. એ માટે દોષિત ઠરતાં પાંચ વર્ષની સજા થઇ શકે છે. જો કે CD બનાવવાવાળા સુધી પહોંચવું અઘરું છે. CD પર ડિજિટલ કોડ હોય છે, એ બનાવનારાનું નામ હોતું નથી, તેથી એ બનાવનારાને પકડવો મુશ્કેલ હોય છે.
  2. જો CD સાચી નીકળે અને તેમાં જેઓ દૃષ્ટિગોચર થાય છે, એ હાર્દિક અને મહિલા બંને વયસ્ક હોય તો તેમની જાણ બહાર આ CD ઉતારવા બદલ બંનેમાંથી કોઇ પણ અદાલતમાં જઇને અંગતતાના અધિકારનો ભંગ થયાની ફરિયાદ કરી શકે છે. એ બદલ તેઓ માનહાનીનો કેસ પણ કરી શકે છે.
  3. જો આ કેસમાં હાર્દિક કે પેલી મહિલા ફરિયાદ ન કરે તો કોઇ ત્રીજી વ્યક્તિ પણ ફરિયાદ કરી શકે છે. ત્રીજી વ્યક્તિ ફરિયાદ કરે તો એ કેસ અશ્લિલતાનો બની જાય છે. એ સંજોગોમાં IPCની કલમ 599 હેઠળ એ કેસ ચાલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp