હાર્દિક પટેલ પોતાના કાર્ડ ક્યારે ખોલશે?

PC: khabarchhe.com

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા હાર્દિક પટેલ પર બધાની મંડાયેલી છે. હાર્દિક સામેનાં કેસો પાછા ખેંચવા કે કેમ તે અંગે ભાજપનાં નેતાઓ ગલ્લા-તલ્લા કરી રહ્યા છે. પાટીદાર સમાજમાં કોંગ્રેસ પગપેસારો નહી કરે તે માટે ભાજપ દ્વારા બનતા પ્રયાસો કરવામાં આવશે એ મીનમેખ છે.

આમ તો હાર્દિક વિરુધ્ધ રાજકારણ પ્રેરિત બદનામ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં શરૂ કરી દેવામાં આવી છે. આવી પોસ્ટમાં હાર્દિક અને પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા યુવાનોને વ્હોટસઅપ અને અન્ય સોશિયલ મીડિયાનાં માધ્યમથી કોંગ્રેસી એજન્ટ અને વિવિધ પ્રકારનાં વણછાજતા અને નિચલા પાયાનાં વિશેષણોથી નવાજેશ કરવામાં આવી રહી છે.

હાર્દિકે સ્પષ્ટ કર્યું છે કે પાટીદારોને સીધી રીતે અનામત આપવા અંગે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારનાં ગાળિયા વગર અનામત આપવાની સંપૂર્ણ ખાતરી આપશે તો તેમને પાટીદાર અનામત આંદોલન સમિતિ ટેકો આપશે. કોંગ્રેસ અને ભાજપ એમ બન્નેને પાટીદાર આયોગ, યુવાનોનાં મોત માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા અને સરકારી નોકરી આપવાની શરતો સાથેનાં પત્રો લખવામાં આવ્યા છે.

બન્ને પક્ષોના જવાબની રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ હાર્દિક તરફ કુણું વલણ રાખવામાં આવી રહ્યું હોવાનું દર્શાવી સરકારે પ્રથમ પગલા તરીકે રાષ્ટ્ર ધ્વજનાં અપમાનનો કેસ પરત ખેંચ્યો જરૂર છે પરંતુ હાર્દિક કહે છે તેમ લડાઈ પોતાના પર થયેલા કેસ ખેંચવાની નથી પરંતુ પાટીદાર સમાજને ન્યાય આપવાની છે. પાટીદાર સમાજને ન્યાય મળે તે હેતુસર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું નહીકે મારા કે પાટીદાર અનામત આંદોલન શરૂ કરનારા યુવાનો પરનાં કેસ પડતા મૂકવાથી નિવેડો આવશે. હાર્દિકે કહ્યું હતું કે જેલમાં હતો ત્યારે પણ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી પરંતુ હાર્દિકે લડાઈ સમાજ માટે લડી અને સમાજને ન્યાય નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

હવે હાર્દિક માટે આ પાર કે પેલે પાર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે. હાર્દિકની લડાઈની ભીતરે કેટલાક લોકો દ્વારા મોટાપાયા પર અપપ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. હાર્દિક પોતાનાં સત્તાવાર કાર્ડ ક્યારે ખોલે છે એ મહત્વું બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp