પંજાબની જાહેરાત ગુજરાતમાં કેમ છપાઇ છે? CM ભગવંત માનનો જવાબ જાણો

PC: timesofindia.indiatimes.com

પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન પોતાના નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહેતા હોય છે. તેઓ દરેક મુદ્દા પર પોતાની વાતનો ખુલીને જવાબ આપવા માટે જાણીતા છે. તાજેતરમાં એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મુખ્યમંત્રી ભગવંત માનને સવાલ પુછવામાં આવ્યો હતો કે પંજાબ સરકારની જાહેરાતો ગુજરાતમાં કેમ છપાઇ રહી છે? આ સવાલનો જવાબ આપતા  મુખ્યમંત્રી માને કહ્યું કે, એ એટલા માટે જેથી ગુજરાતવાળા પણ જોઇ શકે કે પંજાબમાં સારુ કામ થઇ રહ્યું છે, તેઓ પણ તેમની સરકારને આવું કામ કરવા માટે કહે.

મુખ્યમંત્રી ભગવંત માનને ઇન્ટરવ્યૂમાં પુછવામાં આવ્યું કે જ્યારે પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ કે અમરિંદર સિંહની ફોટો જાહેરાતોમાં છપાતો હતો ત્યારે આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવતું હતું કે પૈસાની બરબાદી થઇ રહી છે, પરંતુ હવે આદમી ક્લીનિકમાં ભગવંત માનની તસ્વીરો કેમ છાપવામાં આવી રહી છે? જેના જવાબમાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે જ્યારે કોઇ સારું કામ થઇ રહ્યું હોય ત્યારે તે પ્રજા સુધી પહોંચાડવું જરૂરી છે. દરેકની પાસે વ્હોટસેપ હોતું નથી.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, તમે ભીડમાં તો તમે અનેક ચહેરાંઓ જોયા હશે, પરંતુ એક ચહેરાંની પાછળ ભીડ હોય તેવું ઓછું જોવા મળે છે. તેમણે કહ્યુ કે જ્યારે પણ તેઓ કોઇક જગ્યાએ જાય છે ત્યારે લોકો દ્રારા આપવામાં આવેલા ફુલો અને માળાથી આખી કાર ભરાઇ જાય છે. ગાડીમાં બેસવા માટે પણ જગ્યા શોધવી પડે છે. લોકોનો તેમને ભરપૂર પ્રેમ મળે છે.

CM માનનું કહેવં છે કે તેમને પંજાબની પ્રજાથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે, માતાઓ આર્શવાદ અને બહેનો દુઆ આપી રહી છે. તેમનું માનવું છે કે તેમને જેટલો પ્રેમ મળે છે તેટલો બીજી પાર્ટીના નેતાઓને મળતો નથી.

CM ભગવંત માને કહ્યું કે, ચોક્કસ મેં પાછલા જન્મમાં કોઇ સારા કામ કર્યા હશે, જેને કારણે લોકોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે.અન્યથા અન્ય પાર્ટીઓના નેતાઓને તો એકવાર હાથ મેળવ્યા પછી હાથની આંગળી ગણવી પડે છે કે એદાક ગાયબ તો નથી ગઇ ને.

જ્યારે પંજાબના મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું કે સ્ટેજ અને સ્ટેટ ચલાવવા માટે અલગ વાત શું છે?  તો CM માને વિપક્ષ તરફ ઇશારો કરીને કહ્યું કે હું સ્ટેટ ચલાવી રહ્યો છું, તેમને કહો કે સ્ટેજ ચલાવી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp