કોંગ્રેસ કેમ કોઈને પચતી નથી, ભાજપથી કોંગ્રેસ પક્ષાંતર કરેલા ફરી ભાજપમાં કેમ આવે

PC: youtube.com
ભારતીય જનતા પક્ષમાંથી કોંગ્રસમાં પક્ષાંતર કરી જતાં રાજકીય આગેવાનો કોંગ્રેસનાં કલ્‍ચરમાં ભળી શકતા નથી. છેલ્લું ઉદાહરણ અમરેલીના હનુભાઈ ધોરાજીયા છે. 2013માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્‍ય બાવકુ ઉંઘાડે રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી 2014માં લડી હતી. લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક ઉપરથી હનુભાઈ ધોરાજીયાએ કોંગ્રેસમાંથી ભાજપનાં બાવકુ ઉંધાડ સામે વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો. હનુભાઈ ધોરાજીયાને સને 2017ની ધારાસભાની કોંગ્રેસે ટીકીટ નહીં આપતાં તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતાં હતા. આખરે તેમણે ફરી એક વખત પક્ષાંતર કર્યું હતું. આમ કોંગ્રેસમાં બાવકું ઉંધાડ પણ હતા અને હનુભાઈ પણ હતા બન્નેએ કોંગ્રેસનું રાજકીય કલેવર ફાવ્યું નહીં અને ફરી તેઓ માતૃસંસ્થા ભાજપમાં પક્ષાંતર કરી ગયા હતા.
 
અમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામનાં વતની અને હાલ સુરત વ્‍યવસાય કરતાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા આખરે ફરીથી ભાજપનો ખેસ પહેરી લઈ પોતાની ઘર વાપસી કરતાં કોંગ્રેસ પક્ષનાં વધુ એક આગેવાન ભાજપમાં ભળી ગયા છે. વતન હાથીગઢ હોવાના કારણે હનુભાઈ ધોરાજીયાને જિલ્‍લા ભાજપનાં આગેવાનોની ભલામણનાં કારણે સને 2007ની ધારાસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાંથી લાઠી-લીલીયામાંથી ચૂંટાઈ આવ્‍યા હતા.
 
જયારે સને 2012ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેને નવા સીમાંકન પ્રમાણે લાઠી-બાબરા બેઠક થતાં ભાજપે ટીકીટ આપી હતી. 2012ની ધારાસભાની ચૂંટણીમાં તે સમયે બાવકુ ઉંઘાડ સામે હનુભાભાનો પરાજય થયો હતો.
 
કોણ ભાજપ છોડી કોંગ્રેસમાં ગયું અને ફરી કોંગ્રેસ છોડી
 
શંકરસિંહ સાથે અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાંના મોટાભાગના ફરી ભાજપમાં પક્ષાંતર કરી ગયા છે. આવું કેશુભાઈની સાથે ભાજપ છોડનારા પણ અનેક નેતાઓ હતા. તેમાં કેટલાંક કોંગ્રેસમાં ગયા હતા. નરેન્દ્ર મોદી સામે બળવો કરીને કોંગ્રેસમાં 14 ધારાસભ્યો એકી સાથે ગયા હતા. તેમાંના તમામ ભાજપમાં પરત ફર્યા છે.
 
જે પક્ષાંતર કરે છે તે મોટા ભાગે હારે છે
 
શંકરસિંહ વાઘેલા, ગોરધન ઝડફિયા, વિપુલ ચૌધરી, ભાવસિંહ રાઠોડ, નલીન ભટ્ટ,  ધીરુભાઈ ગજેરા, કનુભાઇ કોઠીયા, બાલુભાઈ તંતી, બેચરદાસ ભાદાણી, રાકેશ રાવ, માધુ ઠાકોર, પરમાનંદ ખટ્ટર, અનિલ પટેલ , વલ્લભ ધારવિયા. સુંદરસિંહ ચૌહાણ જેવા અનેક નેતાઓ છે જેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં પક્ષાંતર કરી ગયા અને પાછ ફરી ભાજપમાં આવી ગયા હતા. આવા અનેક રાજકીય નેતાઓને  કોંગ્રેસનું કલ્ચર માફક આવતું નથી. અથવા તેઓ સત્તા માટે વલખા મારતાં હોય છે.
 
22 જાન્યુ, 2019 ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂર્વ પ્રધાન બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા છે. પણ તેમને કોંગ્રેસના રાજકીય નેતાઓ લાંબો સમય ટકવા નહીં દે.ભાજપ કલ્ચરમાં ઉછરેલા નેતાઓને કોંગ્રેસ સદતી નથી. કોંગ્રેસનું રાજકીય કલેવર અને ભાજપનું કલેવર અલગ છે.
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp