ચૂંટણી નિયમોમાં બદલાવ થવાને કારણે કોંગ્રેસ કેમ ગુસ્સે થઇ?
ચૂંટણી પંચની ભલામણને આધારે કેન્દ્રીય કાનૂન મંત્રાલયે ચૂંટણી મેનેજમેન્ટ નિયમ, 1961ના નિયમ 93 (2) (A)માં સુધારો કર્યો છે. જાહેર નિરિક્ષણ માટે કાગળો અથવા દસ્તાવેજોના પ્રકારને પ્રતિબંધિત કરી શકાય તેના માટે આ સુધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે CCTV અને વેબકાસ્ટીંગ ફુટેજની સાથે સાથે ઉમેદવારોના વીડિયો રેકોર્ડીંગ જેલા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજા જાહેર કરવાથી રોકવાના નિયમમાં સુધારો કર્યો છે. હવેથી આવા દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે.
કોંગ્રેસ આને કારણે ગુસ્સે ભરાયું છે. કોંગ્રેસ નેતા મલ્લિકાજૂર્ન ખડગેએ સરકાર ચૂંટણીની જાણકારી છુપાવવા માંગે છે. આ પહેલા મોદી સરકારે CJIને ચૂંટણી કમિશ્નરની નિમણુંક કરવાની પેનલમાંથી હટાવી દીધા હતા. ખડગેએ કહ્યુંકે, ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતાને નબળું પાડવાનું આ જાણી જોઇને કરવામાં આવેલુ ષડયંત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp