કેજરીવાલે રાહુલ ગાંધીને અપ્રમાણિક નેતાઓની યાદીમાં કેમ મુકી દીધા?

અત્યાર સુધી ભાજપ પર પ્રહાર કરનાર અરવિંદ કેજરીવાલે હવે કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું છે. શનિવારે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા પોસ્ટરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અપ્રમાણિક નેતાઓની યાદીમાં મુકી દીધા છે. પોસ્ટ પર લખવામાં આવ્યું છે કે, કેજરીવાલની ઇમાનદારી બધા અપ્રમાણિક નેતા પર પડશે ભારી.
જાણકારોનું કહેવું છે કે, કેજરીવાલની આ એક રણનીતિનો ભાગ છે. છેલ્લાં કેટલાંક દિવસથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલ પર પ્રહાર કરી રહ્યા છે. એટલે કેજરીવાલને ડર છે કે આમ આદમી પાર્ટીની જે વોટ બેંક છે મુસ્લિમ અને દલિત સમાજની એમાં ક્યાંક રાહુલ ગાબડું ન પાડી દે. એટલે રાહુલ ગાંધીને ભાજપની સાથે ઉભા કરી દેવા જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp