આ ધારાસભ્ય તીર-કામઠાવાળા સિક્યોરિટી ગાર્ડ રાખે છે, જણાવ્યું કારણ

ઘણા સેલિબ્રિટીઝ, રાજકીય નેતાએ કે બિઝનેસમેન તેમની સલામતી માટે સશસ્ત્ર ગાર્ડસ કે બાઉન્સર સાથે રાખતા હોય છે, પરંતુ ઝારખંડની હેમંત સોરેન સરકારના એક ધારાસભ્ય પોતાની સુરક્ષા માટે તીર-કામઠા વાળા સુરક્ષા ગાર્ડસને લઇને સાથે ફરે છે. જાણીને નવાઇ લાગે એવી વાત છે, પરંતુ આ સત્ય છે. ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચાના આ ધારાસભ્ય પોતાની જ સરકાર સામે લડત આપવા માટે જાણીતા છે.
ઝારખંડની હેમંત સોરેન સરકારમાં લોબિન હેમબ્રમ સાહિબગંજ જિલ્લાના બોરિયો વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા ગાર્ડ ન મળતાં તેમણે પોતાના જીવની રક્ષા માટે તીર અને ધનુષ સાથે અંગરક્ષકો રાખ્યા છે. ધારાસભ્ય લોબિને છેલ્લા એક વર્ષથી હેમંત સોરેન સરકાર સામે મોરચો ખોલ્યો છે.ક્યારેક લોબિન સરકાર પર આદિવાસીઓના હિતની કાળજી ન લેવાનો આરોપ લગાવે છે તો ક્યારેક તેઓ ગેરકાયદેસર ખાણકામનામુદ્દે ઘરથી શેરી સુધી અવાજ ઉઠાવે છે.
મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લોબિન હેમબ્રમે કહ્યુ કે તેઓ લગાતાર માઇનીંગ માફિયા સામે અવાજ ઉઠાવી રહ્યા છે તેને કારણે તેમના જીવને જોખમ ઉભું થાય છે. તેમને સરકાર તરફથી પુરતી સુરક્ષા હજુ પણ આપવામાં આવી નથી. તેમણે કહ્યુ કે, પ્રજાના મુદ્દા ઉઠાવવાને કારણે સરકારે શ્રાવણ મહિનાના મેળા પહેલા મારી સુરક્ષા હટાવી લીધી હતી અને હાઉસ ગાર્ડ્સ પણ હટાવી લેવામાં આવ્યા હતા.
ધારાસભ્યએ કહ્યું કે તેમણે વિધાનસભાના ચોમાસુ સત્રમાં પોતાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે 15 દિવસની અંદર સુરક્ષા આપવાની માંગ કરી હતી. લોબિન હેમબ્રમે કહ્યુ કે પહેલા DGPને પણ પત્ર લખ્યો હતો, પરંતુ કોઇ ફાયદો ન થયો એટલે મે મારી સુરક્ષા માટે ધનુષ ધારી સુરક્ષા ગાર્ડ રાખ્યા છે. તેના માટે કોઇ લાયસન્સ પણ લેવાની જરૂર નથી પડતી.
ધારાસભ્યએ કહ્યુ કે જ્યારે મેં વિધાનસભામાં સુરક્ષા મુદ્દે માગ કરી ત્યારે એક બંદુકધારી અને 2 AK-47 વાળા સુરક્ષા ગાર્ડ્સ મને સરકાર તરફથી આપવામાં આવ્યા હતા, પરંતુ મારી સુરક્ષા માટે આટલા ગાર્ડ્સ પુરતા નહોતા.
લોબિન વિધાનસભામાં પણ સરકાર માટે બોલતા રહ્યા છે. બજેટ સત્ર દરમિયાન, જ્યારે ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં આયોજન નીતિના પ્રશ્ન પર વિરોધ કરી રહ્યા હતા, ત્યારે લોબીને પણ તેમની સીટ પરથી સવાલ ઉઠાવતા હતા. સરકારનો વિરોધ કરવા તેઓ કાવડ સાથે વિધાનસભા પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp