રામ મંદિર પર જજનું નિવેદન કેમ ચર્ચામાં છે? ASIને બાબરી મસ્જિદ નીચે શું મળેલું?
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ RF નરીમને રામ મંદિરને લઈને આવું નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું છે કે, રામ મંદિર અને બાબરી મસ્જિદની કાનૂની લડાઈને લઈને સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોની વિરુદ્ધ હતો. તેમણે એ નિર્ણયને ન્યાયની મજાક કર્યા બરાબર ગણાવ્યો હતો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતે સ્વીકાર્યું છે કે, બાબરી મસ્જિદની નીચે રામ મંદિર ન હતું. પૂર્વ ન્યાયાધીશે કરેલા દાવાને જાણવા માટે અમે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એ અહેવાલને સમજવાનો પ્રયાસ કર્યો છે, જેના આધારે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ 2003માં અયોધ્યાના તત્કાલીન વિવાદિત સ્થળ પર ખોદકામ હાથ ધર્યું હતું. તેની શરૂઆત ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર (GPR) ટેક્નોલોજીથી થઈ હતી. તેનો હેતુ જમીનની નીચે કોઈપણ સંભવિત ઐતિહાસિક સંરચના અથવા માનવસર્જિત વસ્તુઓને ઓળખવાનો હતો. GPR ટેક્નોલોજીથી મેળવેલા સિગ્નલોને અનુમાનિત અનિયમિતતા કહેવામાં આવી હતી. ત્યાર પછી અલ્હાબાદ હાઈકોર્ટે ખોદકામની પરવાનગી આપી.
12 માર્ચ, 2003ના રોજ શરૂ થયેલું ખોદકામ લગભગ પાંચ મહિના સુધી ચાલુ રહ્યું. 7 ઓગસ્ટ 2003ના રોજ સમાપ્ત થયેલા આ કાર્યમાં, ASIની 14 સભ્યોની ટીમ વધારીને 50થી વધુ સભ્યો કરવામાં આવી હતી. સુરક્ષા દળો, સ્નિફર ડોગ્સ અને કોર્ટ કેસ સાથે સંકળાયેલા 25 પક્ષોના પ્રતિનિધિઓ ખોદકામ સ્થળ પર હાજર હતા.
પુરાતત્વવિદ્ B.R.મણિની આગેવાની હેઠળના આ ખોદકામમાં, સ્થળની દરેક સ્તરે તપાસ કરવામાં આવી હતી. જેમ જેમ ટીમો જમીનમાં નીચે ઉતારતી ગઈ, વિવિધ સમયગાળાની રચનાઓ પ્રકાશમાં આવી. ખોદકામના ઉપલા સ્તરો 18મી-19મી સદીના મુઘલ કાળના હતા. ખોદકામમાં સુંગ (1-2 સદી પૂર્વે), કુષાણ (1-3 સદી), ગુપ્ત (4-6 સદી) અને મૌર્ય (3-2 સદી પૂર્વે) સમયગાળામાંથી રચનાઓ મળી આવી છે. ખોદકામ દરમિયાન કાળા ચમકતા વાસણોના અવશેષો મળી આવ્યા હતા, જે પૂર્વે 17મી સદીના છે.
B.R. મણિએ જણાવ્યું હતું કે, 'તેની નીચે મુરાયન સમયગાળો (3જી થી બીજી સદી BCE) હતો. રસપ્રદ વાત એ છે કે, અમને ઉત્તરીય બ્લેક પોલિશ્ડ વેરના અવશેષો મળ્યા, એક શાનદાર પ્રકારના માટીના વાસણો હતા, જે 6ઠ્ઠી સદી BCEથી લઈને 2જી સદી BC સુધી અસ્તિત્વમાં હતા. પરંતુ અહીં આપણે જોયું કે તે 13મી અને 14મી સદીઓ પૂર્વેનું સૌથી નીચું સ્તર 1680 BC હતું.' મણિએ કહ્યું કે, તેનું મહત્વ એ છે કે તે સ્થળનો ઈતિહાસ એક હજાર વર્ષ પાછળ લઈ જાય છે.
B.R. મણિ માને છે કે, 'આ અગાઉના વિદ્વાનોના મંતવ્યોનો વિરોધાભાસ કરે છે, જેઓ વિચારતા હતા કે અયોધ્યાનું સ્થળ 7મી સદી BCEનું છે. ખોદકામ તેને 17મી સદી BCEમાં પાછું લઈ ગયું છે, જે તેમના દ્વારા પહેલા માનવામાં આવેલા સમય કરતા ઓછામાં ઓછું એક હાજર વર્ષ જૂનું છે.'
આ વિગતો રસપ્રદ છે, કારણ કે આટલા વર્ષો પછી પણ ખોદકામ અંગે ASIનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. આ સ્થળનો ઇતિહાસ પૂર્વે 17મી સદીનો છે, પરંતુ તે સમયે તે ધાર્મિક સ્થળ નહોતું. અહીં ગટર, ડ્રેનેજ કૂવા અને ચૂલાના પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે તે ગુપ્તકાળ સુધી રહેણાંક સ્થળ હતું.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, B.R. મણિએ કહ્યું, 'AD ચોથી સદીથી અમે ઘણી મોટી ઇમારતો મળવાની શરૂઆત થઇ હતી, જે કાં તો એક વિશાળ મહેલ અથવા વિશાળ ધાર્મિક માળખું સૂચવે છે. ત્યાં કોઈ મહેલ હોવાના કોઈ પુરાવા નથી, પરંતુ શિલ્પો, ટેરાકોટા, દીવા અને સ્થાપત્ય તત્વો, સામાન્ય રીતે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધાર્મિક માળખામાં ઉપયોગમાં લેવાતા, મળી આવ્યા છે. તેથી, એવું માનવું સલામત છે કે ગુપ્તકાળથી, આ સ્થળની પ્રકૃતિ રહેણાંક સ્થળથી ધાર્મિક સ્થળમાં બદલાઈ ગઈ છે.' મણિ કહે છે, '9મી સદીથી 13મી સદી સુધી, અમને અહીં ત્રણ અલગ-અલગ મંદિરોના પુરાવા મળ્યા છે.'
અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયોમાં આ અહેવાલને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2019માં કહ્યું હતું કે, મસ્જિદ ખાલી પડેલી જમીન પર બનાવવામાં આવી નથી અને મંદિર જેવું માળખું ત્યાં પહેલાથી જ અસ્તિત્વમાં હતું.
B.R. મણિ અને તેમની ટીમે પુરાતત્વીય પુરાવા એકત્રિત કર્યા, જે આ સ્થળના ઈતિહાસને 17મી સદી પૂર્વેમાં લઈ જવાનું કામ કર્યું. મણિએ સરકારને અહેવાલને સાર્વજનિક કરવા અપીલ કરી હતી જેથી કરીને લોકોને હકીકતની માહિતી મળી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp