લોકસભાની ચૂંટણી દેશમાં છે પણ PM મોદીની નજર ક્યાં છે?

PC: swarajyamag.com

લોકસભાની ચૂંટણી આખા દેશમાં છે. દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમાં હિસ્સો લેવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર માત્ર ગુજરાત પર છે, કારણ કે ગુજરાત એ PM મોદીના વિકાસનું એપિસેન્ટર રહ્યું છે. સતત 13 વર્ષ સુધી શાસન કર્યા પછી જ્યારે વડાપ્રધાન બન્યા તે પહેલાં ગુજરાતે PM મોદીને ખોબો ભરીને મતો આપ્યા છે.

લોકસભાની ચૂંટણીના સમયે PM મોદીની નજર ગુજરાત પર કેમ છે તેવો સવાલ કોઈ કરે તો તેનો જવાબ સિમ્પલ છે. ગુજરાતમાં 13 વર્ષમાં જે વિકાસ થયો છે તે આખા દેશે જોયો છે. દેશનું બીજું કોઈ રાજ્ય આટલી જલદી ડેવલપ થયું નથી. ગુજરાતમાં ગિફ્ટ સિટી અને ધોલેરા સ્માર્ટ સિટી એટલા જલદી ઊભા થયા છે કે બીજા રાજ્યોમાં એવા સિટી ઊભા કરતાં વર્ષો નીકળી જાય છે.

ગુજરાતમાં મોદી સરકારે તમામ જ્ઞાતિઓને અને સમૂહોને સાથે રાખીને વિકાસના કામો કર્યા છે. તેમના શાસન દરમિયાન PM મોદીએ 2,500 જેટલી મોટી યોજનાઓમાં સમાજ અને રાજ્યનો વિકાસ કર્યો છે. PM મોદી ગુજરાતના સહારે દેશમાં એવું બતાવવા જઈ રહ્યાં છે કે જુઓ, મેં 13 વર્ષમાં ગુજરાતની કેવી કાયાપલટ કરી છે અને હવે દિલ્હી જો મને બીજા પાંચ વર્ષ આપશે તો દેશના રાજ્યોની કેવી કાયાપલટ થશે તેની કલ્પના કરી શકાય તેમ નથી.

PM મોદી પાસે વિઝન છે. ગુજરાતમાં શરૂ કરેલી યોજનાઓ તેઓ રાષ્ટ્રીય ફલક પર લઈ ગયા છે. સૂત્રો કહે છે કે ગુજરાતમાં શરૂ કરેલી તમામ યોજનાઓ પૈકી PM મોદીએ ગુજરાતની 120 યોજનાઓને કેન્દ્રમાં અમલ કરી છે. સ્વચ્છતા મિશન એ ગુજરાતની દેન છે. જ્યોતિગ્રામ વીજળીએ ગુજરાતની દેન છે. બેટી બચાવો એ ગુજરાતનું મિશન છે. આવી સંખ્યાબંધ યોજનાઓ PM મોદીએ દેશમાં શરૂ કરાવી છે.

PM મોદીને ગુજરાત પર ભરોસો છે. ગુજરાતના માર્ગે તેઓ દિલ્હી ગયા છે તેથી ગુજરાતને વધારે મહત્ત્વ આપી રહ્યાં છે. PM મોદીના મિશનમાં પહેલું તીર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે. PM મોદી આ પ્રોજેક્ટને વિશ્વના ફલક પર મૂકવા માગે છે તેથી તેમાં વધુ રસ દર્શાવી રહ્યાં છે. તેઓ ખુદ 31મી ઓક્ટોબરે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

PM મોદીએ ગાંધીજીની યાદમાં મહાત્મા મંદિર અને સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. ગિફ્ટ સિટી જ્યારે આખું પૂર્ણ થશે ત્યારે તે ચાઇના કે અમેરિકાના કોઈ સિટી જેવું લાગશે. ધોલેરા પણ એક વિશ્વકક્ષાનું બંદર સિટી બનશે. PM મોદીનો પ્લાન છે કે આ બન્ને શહેરોને 2022 સુધીમાં આખરી ઓપ આપી દેવો. આ બન્ને સિટીને તેઓ વિશ્વને સમર્પણ કરવા માગે છે.

ગુજરાતમાં આવવા માટેના PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમો બની રહ્યાં છે. તેઓ લોકસભાની ચૂંટણી સુધીમાં દર મહિને એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ગુજરાતમાં જે બોલે છે તેની વૈશ્વિક નોંઘ લેવાય છે. મોદીને અંબાજી અને સોમનાથ પર અપાર શ્રદ્ધા છે તેથી PM મોદી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત આ બન્ને ધાર્મિક સ્થળોએથી કરવાના છે. ઉલ્લેખનીય છે કે મોદી ઓક્ટોબર મહિનામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp