Notifications

Favourite List

નીતિન પટેલના અભિવાદન ટાણે PM મોદી ખડખડાટ હસ્યા, પણ કેમ?

17 Sep, 2017
04:57 PM
PC: youtube.com

અમરેલી એપીએમસી માર્કેટનાં ઓપનિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પુષ્પગુચ્છ અને સૂતરની આંટીથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનનાં અભિવાદન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું અભિવાદન ગુજરાતનાં કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વલ્લભ વઘાસિયાએ કર્યું હતું.

સૂતરની આંટી પહેરાવી નીતિન પટેલનું અભિવાદન કરવામાં આવી રહ્યું હતું ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વડાપ્રધાન મોદીને ખડખડાટ હસાવી દીધા હતા. રૂપાલાએ કઈ કોમેન્ટ કરી કે વડાપ્રધાન મોદી પોતાના હાસ્યને અટકાવી શક્યા નહી. વડાપ્રધાન મોદીની સાથે રૂપાલા અને મુખ્યમંત્રી રૂપાણી પણ જોરદાર રીતે હસી પડ્યા હતા. વડાપ્રધાન તો પોતાના હાસ્યને માંડ-માંડ અટકાવી શક્યા હતા.
હવે વલ્લભ વઘાસીયાની હાઈટ ખાસ્સી એવી છે. જ્યારે નીતિન પટેલની હાઈટ ઓછી છે.

જાણકારો એવું કહે છે કે સૂતરની આંટી પહેરાવતી વખતે રૂપાલાએ આડકતરી રીતે હાઈટ અંગે જ કોઈ કોમેન્ટ કરી હતી કે જેના કારણે વડાપ્રધાન સહિત સ્ટેજ પરના તમામનાં ચહેરા પર હાસ્યના ફુવારા જોવા મળ્યા હતા. જ્યારે નીતિન પટેલ પોતે છોભીલા પડી ગયા હતા. મોં કટાણું કર્યું હતું અને ત્રાંસી આંખે રૂપાલાને જોતાં જ રહી ગયા.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.