26th January selfie contest

ટોયલેટ જવા માટે EVM ભરેલી જીપ લઇને ઘરે ગઇ મહિલા

PC: tosshub.com

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા અધિકારી EVM મશીન ભરેલી જીપ પોતાની સાથે ઘરે લઈ ગઈ હતી. શહેરના જનતા કોલોની સ્થિત એક મહિલા સેક્ટર અધિકારીના ઘરની બહાર EVMથી ભરેલી જીપ મળ્યા બાદ હંગામો મચી ગયો. સૂચના મળતા જ પોલીસ તેમજ રિટર્નિંગ ઓફિસર સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસમાં તેને ગંભીર ભૂલ ગણી મોડી રાત્રે ઉપખંડ અધિકારીને APO કરી દેવામાં આવ્યો.

જાણકારી અનુસાર, મતદાન દળ ત્યાંથી નીકળ્યા બાદ ગુરુવારે બપોરે એક મહિલા સેક્ટર અધિકારી સ્વાસ્થ્ય કારણોથી EVMથી ભરેલી જીપ લઈને આદર્શ નગર સ્થિર પોતાના ઘરે પહોંચી ગઈ હતી. તે રિઝર્વ EVM હતી. તેને લઈને કેટલાક લોકોએ હંગામો કર્યો હતો અને અધિકારીઓ પર લાપરવાહીનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, તેમાં કોઈપણ પ્રકારની ખોટી દાનત સામે આવી નહોતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ સેક્ટર અધિકારીને કારણ દર્શક નોટિસ પણ મોકલી હતી.

સૂચના મળતા જ સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી, જેમાં મહિલા અધિકારીએ કહ્યુ હતુ કે, બૂથ પર જતી વખતે તેમને ટોઈલેટ લાગી હતી, આથી તેઓ ઘરે આવ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp