મહિલા પત્રકાર એટલી માસૂમ નથી હોતી કે કોઈપણ તેનો ફાયદો ઉઠાવી શકેઃ BJP નેતા

PC: ANI

#MeToo કેમ્પેઈનની વચ્ચે BJPની મધ્ય પ્રદેશ મહિલા અધ્યક્ષ લતા કેતકરે મહિલા પત્રકારો અંગે આપેલા એક નિવેદનને કારણે વિવાદ ઊભો થયો છે. લતા કેલકરે કહ્યું છે કે, મહિલા પત્રકાર એટલી માસૂમ હોય છે કે કોઈપણ તેમનો ગારલાભ લઈ લે. તેમણે આ નિવેદન વિદેશ રાજ્ય મંત્રી અને BJP નેતા એમ જે અકબર પર મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનનાં આરોપો અંગે આપ્યું હતું.

ઘણા દિવસોથી #MeToo કેમ્પેઈન અંતર્ગત મહિલાઓ વર્ક પ્લેસ પર પોતાની સાથે થયેલા યૌન શોષણનાં ખુલાસાઓ કરી રહી છે. સાત મહિલાઓએ એમ જે અકબર પર યૌન ઉત્પીડનનો આરોવ લગાવ્યો છે. વિદેશ યાત્રા પર ગયેલા એમ જે અકબરે હજુ સુધી પોતાનાં પર લાગેલા આરોપો અંગે કોઈ સફાઈ રજૂ કરી નથી.

જોકે, લતા કેતકરે કહ્યું હતું કે, પત્રકાર બહેનોને હું ઈનોસન્ટ મહિલા નથી કહેલી, જેમનો કોઈ પણ ખોટો ફાયદો ઉઠાવી લે.

એમ જે અકબર પર મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનનાં આરોપો પર કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અકબરનો બચાવ કર્યો છે. ઉમા ભારતીએ કહ્યું હતું કે, આ મામલાને અકબર અને મહિલાઓની વચ્ચેનો ગણાવ્યો છે. ઉમા ભારતીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું તે, તેઓ આ મામલે કંઈ પણ કહેવા માંગતા નથી. અકબર સાથે સંકળાયેલો મામલો ત્યારનો છે, જ્યારે તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી નહોતા. આ મામલો સંપૂર્ણરીતે મહિલાઓ અને અકબરની વચ્ચેનો છે. આથી, હું આ અંગે કંઈ પણ કહી ના શકું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp