26th January selfie contest

કેનેડામાં રહેતા વિદેશીઓને ત્યાંની સરકારે આપ્યો મોટો ઝટકો

PC: telugustop.com

કોરોના મહામારી પાછી આવવાના કારણે કેનેડા સરકારે હવે વિદેશિઓ માટે પ્રોપર્ટી ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નવુ વર્ષ એટલે કે, રવિવારથી આ પ્રતિબંધ પ્રભાવી થઇ ગયો છે. મહામારીની શરૂઆત બાદ શહેરમાં પ્રોપર્ટીના ભાવોમાં ઝડપથી વધારો આવ્યો હતો, જે કારણે કેનેડા સરકારે આવો નિર્ણય લીધો છે, સાથે સાથે તેમાં કેટલાક અપવાદ પણ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારે નોન કેનેડિયન અધિનિયમ હેઠળ વિદેશીઓ માટે રેઝિડેન્શિયલ પ્રોપર્ટીની ખરીદી પર બેન લગાવ્યો છે. કોરોના મહામારીના કારણે દેશમાં મોંઘવારી વધી ગઇ હતી. પ્રોપર્ટીના ભાવમાં પણ ઉછાળો આવી ગયો હતો, જેનાથી ત્યાંના લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું હતું. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વર્ષ 2021ના ચૂંટણી અભિયાનમાં આ મુદ્દે પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે અમુક રાજનેતાઓનું માનવું છે કે, ખરીદદાર રોકાણના રૂપમાં ઘરોની આપૂર્તિને બંધ કરવા માટે જવાબદાર હતા.

પ્રતિબંધ લગાવવા પાછળ કેનેડિયન સરકારનો હેતુ સ્થાનિક લોકોને વધારે ઘર ઉપલબ્ધ કરાવવાનો છે અને તેના કારણે જ રેઝિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારા વિદેશીઓ પર સરકારે બેન લગાવ્યો છે પણ ગ્રીષ્મકાલીન કોટેજ જેવી મનોરંજક સંપત્તીઓ પર આ પ્રભાવી નથી. જોકે, રિપોર્ટ અનુસાર, અપ્રવાસીઓ અને કેનેડાના સ્થાયી રહેવાસીઓ માટે આ એક અપવાદ બની ગયો છે.

નિષ્ણાંતોનું માનવું છે કે, પ્રતિબંધથી રિયલ એસ્ટેટ પર કોઇ અસર ન પડશે કારણ કે, રાષ્ટ્રીય આવાસ એજન્સી કેનેડા માર્ગેજ એન્ડ હાઉસિંગ કોર્પોરેશને જૂન મહિનાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે, 2030 સુધી લગભગ 19 મિલિયન આવાસ યૂનિટની આવશ્યકતા પડશે. તેનો મતલબ એ છે કે, 5.8 મિલિયન નવા ઘરોનું નિર્માણ થવાનું છે, કે પછી તેની માગને પૂરી કરવા માટે નવા 3.5 મિલિયનથી પણ વધારે ઘરોનું નિર્માણ થવું જોઇએ.

કેનેડિયન સરકારનું કહેવું છે કે, ગયા થોડા વર્ષોમાં વિદેશી નાગરિકો સતત કેનેડામાં પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે, જેનાથી દેશમાં પ્રોપર્ટીની કિંમતો આસમાન પર પહોંચી રહી છે અને સ્થાનિક નાગરિકો માટે ઘર ખરીદવું મુશ્કેલ થતું જઇ રહ્યું છે. કેનેડા રિયલ એસ્ટેટ એસોસિએશન અનુસાર, ફેબ્રુઆરી, 2022માં કેનેડામાં ઘરોની એવરેજ કિંમત 800000 કેનેડિયન ડોલરથી ઉપર રહી છે. બેન્ક ઓફ કેનેડા સતત વ્યાજ દરોમાં વધારો કરી રહી છે, જે બાદ દેશમાં ઘરોની કિંમતો આસમાન પર પહોંચી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp