આ બે મહાનગરપાલિકામાં વધુ 2 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરતા મુખ્યમંત્રી રૂપાણી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુઆયોજિત નગર આયોજન ની દિશા માં આગળ વધતા વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તદનુસાર, મુખ્યમંત્રીએ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ગુડા)ની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 26 (વાસણા-હડમતિયા-ઉવારસદ-વાવોલ) ની આશરે 100 હેક્ટર્સ વિસ્તારની ટી.પી.ને મંજૂરી આપી છે.

આ ટી.પી. થવાથી વિકાસની વ્યાપક તકો વધશે કારણકે ગાંધીનગર શહેરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તાઓ સુચવવામાં આવ્યા છે. ગુડાની આ ટી.પી.થી જાહેર સુવિધા માટે આશરે 32,187 ચો.મી. જમીન, બાગ બગીચા અને ખુલ્લી જગ્યા માટે 34,738 ચો.મી. તથા સ્કુલ માટે 12965 ચો.મી. જમીન ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 12,746 ચો.મી. જમીન પ્રાપ્ત થશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સ્વલતોને પહોંચી વળવા માટે વેચાણના હેતુ માટે પણ આશરે 81,121 ચો.મી. જેટલા પ્લોટો સંપ્રાપ્ત થશે. આમ ગુડા દ્વારા મંજૂરી અર્થે

થયેલા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 25 ને અગાઉ મંજૂરી બાદ હવે આ ટી.પી.સ્કીમ નં. 26 ને ખુબ જ ટુંકા સમયમાં સરકારની મંજૂરી મળી ગઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત રાજકોટ શહેરની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા) ને પણ મંજૂરી આપી છે.

સપ્ટેમ્બર-2018માં જ મંજૂર કરાયેલ આશરે 367.00 હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની પ્રારંભિક યોજનાને પણ તેમણે મંજૂરી આપતા રાજકોટમાં નવા રેસકોર્સ વિસ્તાર તરીકે પ્રસિધ્ધ સ્માર્ટ સીટીની આ સ્કીમમાં વિકાસની વિપુલ તકો ઉભી થયેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્માર્ટ સીટીની આ ટી.પી. ના વિકાસ અર્થે ઘણી મોટી ગ્રાંટની ફાળવણી કરવામાં આવતી હોવાથી આ ટી.પી.સ્કીમ એક અતુલ્ય નજરાણું બની રહેશે.

સ્માર્ટ સીટીની સદર સ્કીમમાં ઘણાં પહોળા રસ્તાઓનું આયોજન કરાયેલ છે. જેમાં 24.00 મીટર, 36.00 મીટર, 45.00 મીટરથી 60.00 મીટર સુધીનું રસ્તાકીય માળખુ સુચિત છે. વધુમાં આ ટી.પી.માં સામાજિક માળખાગત સુવિધાઓ માટે આશરે 4,08,551 ચો.મી. પ્લોટ, સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાક માટે 1,26,565 ચો.મી. ના પ્લોટ તથા ખુલ્લી જગ્યા, બગીચા માટેના આશરે 1,76,221 ચો.મી. ના પ્લોટ તથા વેચાણના હેતુ માટે 1,39,604 ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp