26th January selfie contest

2019મા લોકો ધોલેરામાં રહેવા આવવાના હતા, તેનું શું થયું અજય ભાદુ?

PC: khabarchhe.com

ધોલેરામાં એપ્રિલ 2016થી બાંધકામનો પ્રારંભ થઇ ચૂક્યો છે, તેમજ રોડ અને અન્ડરગ્રાઉન્ડ સર્વિસિસ, એબીસીડી બિલ્ડિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આઇસીટી માટેના રૂ. 2,300 કરોડના કોન્ટ્રાક્સ અપાયા છે. આઇસીટી કામગીરીમાં સિટી ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સ સેન્ટર, ઇ-ગવર્નન્સ, સિટી એપ્લીકેશન્સ, ડેટા સેન્ટર, સિટી-વાઇડ નેટવર્ક અને સિટી ડેશબોર્ડ્સ માટેની અદ્યતન ડિઝાઇનનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના અમલીકરણ ઉપર દેખરેખ રાખતા એઇસીઓએમ, પ્રોગ્રામ ડિરેક્ટર જગદિશ સાલગોન્કર છે. પ્રાથમિકતા મુખ્ય એન્કર ટેનન્ટ્સ મેળવવાની છે, જેથી શહેરમાં લોકોના રહેવાનો પ્રારંભ કરી શકાશે. એસપીવી બોર્ડ દ્વારા જમીન ફાળવણીને મંજૂરી અપાઇ ગઇ છે, એક મહિનામાં જમીન ફાળવાનો શરૂ કરી દેવાશે. એવું જાહેર કરાયું તેને પણ આજે ઘણાં મહિના થઈ ગયા છે. પણ કોઈને પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. પ્લોટની ફાળવણી શરૂઆતમાં વહેલા તે પહેલાના ધોરણે જમીન ફાળવાશે એવું સરકારે કહ્યું હતું. ત્યારબાદ હરાજી કરાશે. ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડીઆઇસીડીએલ)એ રજૂ કરેલી નવી નીતિઓ અને પ્રોત્સાહનોએ રોકાણકારોમાં આકર્ષણ પેદા કર્યું છે. પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જૂદી છે.

ગાંધીનગર– ધોલેરા SIRમાં આઇ.સી.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચરની કામગીરીથી સ્માર્ટ કોમ્પોનન્ટની શરૂઆત થશે. આ વિવિધ ઔદ્યોગિક એકમો તથા અંદાજે એક લાખની વસતી સાથે 2019 સુધીમાં આ નવું શહેર કાર્યરત થશે તે દેશનું એકમાત્ર શહેર હશે. તેવું ધોલેરા SIRના એમ.ડી. અને સી.ઇ.ઓ. અજય ભાદુએ બે વર્ષ પહેલાં જણાવ્યું હતું. 2019 આવવાને હવે માત્ર છ મહિના બાકી છે. તેમ છતાં ત્યાં રોડ પણ બન્યા નથી. લોકો અહીં રહેવા આવીને કરશે શું એ પ્રશ્ન અજય ભાદુને પૂછવામાં આવી રહ્યો છે. ધોલેરા ખાતે કાર્યશાળામાં અજય ભાદુએ જણાવ્યું હતું કે, દિલ્હી મુંબઇ ઇન્ડ્રસ્ટીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીનલ ડેવલપમેન્ટ ઓથોરીટીના સંયુકત ઉપક્રમે ધોલેરા ગ્રીન ફિલ્ડ ઔદ્યોગિક ટાઉનશીપ પ્રમોટ કરવામાં આવી છે.

આ કામગીરી વિપ્રો લિમિટેડને આઇ.ટી.સી. કન્સલ્ટન્સીની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં સી.ટી. ઇન્ટ્રીગ્રેટેડ, ઓપરેશન સેન્ટર, ઇ-ગવર્નન્સ, સી.ટી. એપ્લિકેશન, ડેટા સેન્ટર, સીટી વાઇડ નેટવર્ક અને સિટી ડેશ બોર્ડસના કામો હાથ ધરવામાં આવશે.

ધોલેરા એસ.આઈ.આર.માં માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરીયાતના તમામ ક્ષેત્રોને જોડાણ કરતુ બની રહેશે. વિપ્રો લિમિટેડ દ્વારા ધોલેરા એસ.આઈ.આર. માટે બે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ શહેરો સિંગાપુર અને લંડનના અનુકરણ તેમજ વૈશ્વિક ટેકનોલોજીકલ શ્રેષ્ઠ પ્રેક્ટિસને ધ્યાનમાં રાખી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.

સીટી ઈન્ટીગ્રેટેડ ઓપરેશન સેન્ટર (CIOC) શહેરની સામાન્ય અને અસામાન્ય પરિસ્થિતિમાં સંકલિત કામગીરી જેવી કે સલામતી અને સુરક્ષા, અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ, શહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પાણી, કચરો, ગેસ, પાવર વગેરે) કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. તેની વિગતો તેમણે આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ પહેલ, ધોલેરા એસ.આઈ.આર. ઈ-ગર્વનન્સ અને સિટી એપ્લીકેશન માં સ્થાનિક સંચાલન અને સુવિધા, વાહન વ્યવહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, નગર આયોજન, શહેરી સંપતિ નિયમન તેમજ સિટીઝન પોર્ટલ વગેરે નો સમાવેશ થાય છે. ઉપરાંત સક્રિય ‘‘સિટિઝન્સ ઇન્ટરેક્શન સેન્ટર’’, નાગરિકોની અરજીઓ માટે તમામ સેવા પૂરી પાડશે, તેમજ આ પોર્ટ્લ સત્તામંડળોને પ્રમાણિત પ્રક્રિયાઓ પુરી પાડશે.

આ અન્વયે નિયમનકારી માળખું અનુસરવા, સક્રિય મંજૂરીઓ, બજેટ અને અન્ય નાગરિક સેવાઓ પુરી પાડવા સક્રિય કામગીરી બજાવશે. ઉપરાંત સિટી એપ્લીકેશન ફેસબુક, ટ્વિટર વગેરે જેવી સામાજિક મીડિયા સાથે પણ જોડાશે. સિટી એપ્લીકેશનને CRM, SCM, BI/BW, ERP, BIG DATA, AUTOMATED WORKFLOWS વગેરે ટેકનોલોજી દ્વારા સક્ષમ કરવામાં આવશે. સિટી એપ્લીકેશન માત્ર વિશાળ અને સંપૂર્ણ ઉપલબ્ધ માહિતી માટે ની સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ તેમજ જવાબદારી અને પારદર્શકતા પણ પૂરી પાડશે, જે નાગરિકોના સંતોષ સ્તરમાં વધારો તેમજ સત્તામંડળો અને નાગરિકો વચ્ચેના સંબંધને મજબૂતી આપશે.

ધોલેરા એસ.આઈ.આર. તેના વિકાસ લક્ષ્યાંક માટે સાર્વજનિક નાણાંનો સાર્થક ઉપયોગ ક્યાં કરવો અને કઈ આંતર માળખાકીય સુવિધાઓ સુધારવી તે એપ્લીકેશન વિશ્લેષણના ઉપયોગથી કરી શકશે. આ વિશ્લેષણ નગર નિયોજકને વિકાસના કેન્દ્રોને નિયત કરવા અને નગર સુવિધાઓનું આયોજન/સુધારવામાં મદદ મળશે. તેની વિગતો અજ્ય ભાદૂએ આપી હતી.

SCADA (FOR WATER MANAGEMENT) સમગ્ર ધોલેરા એસ.આઈ.આરમાં પાણી વ્યવસ્થાપન માટે આધુનિક મોડેલિંગ ક્ષમતાઓ દ્વારા પાણીની માગની ચોક્કસ આગાહી, ગુણવત્તા સુધારવા, વપરાશ, પાણી બગાડ ઘટાડવા તેમજ દબાણ દ્વારા પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા મદદરૂપ રહેશે. આ એપ્લિકેશનનાં સેન્સર અને ઉપકરણો ઊભરાતા વેસ્ટ વોટર (Waste Water) શોધવામાં મદદ કરશે અને વહેલી ચેતવણી આપશે જેથી વેસ્ટ વોટરનો પાઇપોમાં થતો ભરાવો અટકશે અને તેનો પાઇપો દ્વારા નિકાલ થશે. આ વિશ્લેષણની મદદથી વરસાદી પાણીનાં નિકાલ માટેના મોડેલિંગથી વોટરશેડની ગુણવત્તા તેમજ પાણી પ્રવાહની દીશા નક્કી કરી શકાશે.

ડેટા સેન્ટર ધોલેરા એસ.આઈ.આર.માટે મહત્વનુ કેન્દ્ર બની રહેશે. જે નાગરિકો, સિવિક સતામંડળો, સરકારી એજન્સીઓને અગ્રીમ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ આપશે અને કમ્પ્યુટિંગ જરૂરિયાતો પૂરી કરશે. ધોલેરા એસ.આઈ.આરમાં સીટી-વાઈડ સેન્સરો ગાણિતીક નિયમો દ્વારા તમામ સ્તરે અસરકારક નિયંત્રણો આપશે.

નાગરિકો અને સતામંડળોની માહિતી અને સંચારની જરૂરિયાતો જેવી કે વોઈસ, વિડિઓ, સર્વેલન્સ, ટ્રાફિક, સેન્સર, દૂરસંચાર માટેની માહિતી પૂરી કરવા માટે વિસ્તૃત અને અત્યંત સુરક્ષિત વિશાળ આઈસીટી (ICT) નેટવર્ક નાખવામાં આવશે. શહેરી અધિકારીઓ વાસ્તવિક સમય ધોરણે થતી સામાજિક માહિતીઓ તેમજ નિરીક્ષણ ડેશબોર્ડ્સની વિશ્લેષણ સુવિધાઓ અને આગાહીયુક્ત માહીતી દ્વારા શહેરની પરીસ્થિતિનો કયાસ મેળવી શકશે.

ધોલેરા એસ.આઈ.આર આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર 24X7 વિદ્યુત ઊર્જા પૂરી પાડશે અને ગ્રાહકોને સક્રિય ભાગીદારીથી ગ્રાહક પોતેજ ઉપયોગ સમય સ્લોટ ની પસંદગી કરી શકશે, જે શકય વીજળી ખર્ચ ઘટાડવા મદદરૂપ થશે. દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશનના સી.ઇ.ઓ. અલ્કેશકુમાર શર્માએ પણ આ વેળાએ જણાવ્યું કે, ધોલેરા માટે આઇસીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક વૃદ્ધિમાં ઉમેરો કરશે તેમજ જીવનધોરણની ગુણવત્તા વધારવા કાર્યક્ષમતા અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વહીવટ જરૂરી બનશે. આ કાર્યશાળામાં ધોલેરા SIR ડી.એમ.આઇ.ડી.સી., ડી.એમ.આર.ડી.એ.ના અધિકારીઓ ઉપસ્થિત રહી વિચારવિમર્શ કર્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp