ગુજરાત સરકાર આ 2 નિયમોમાં બદલાવ લાવી રહી છે, જેના લીધે ઘર સસ્તુ થશે

PC: indiatoday.in

રાજ્ય સરકાર ગુજરાતની સહકારી સમિતિઓ અને હાઉસીંગ સોસાયટીમાં બદલાવ કરવા જઇ રહી છે. ટ્રાન્સફર ફી જે પહેલા મનમાની રીતે લેવાતી હતી તેના પર બ્રેક લાગશે અને ડેવલપમેન્ટના નામે મોટી રકમ સોસાયટીઓ વસૂલી નહીં શકે
જાણવા મળેલી વિગત મુજબ હાઉસીંગ સોસાયટીમાં મકાન ખરીદનારે જે ટ્રાન્સફર ફી ભરવાની હોય છે તે મનમાની રીતે લેવામાં આવે છે. તેના પર રાજ્ય સરકાર અકુંશ લાવશે અને વધારેમાં વધારે 50,000 રૂપિયા ટ્રાન્સફર ફી વસૂલી શકશે.
ઉપરાંત ઘણી હાઉસીંગ સોસાયટીઓ ડેવલપમેન્ટના નામે પર એક લાખથી 10 લાખ રૂપિયા ઉઘરાવી રહી છે ત્યારે સરકાર એવો નિયમ લાવી રહી છે કે સોસાયટીઓ ડેવલપમેન્ટના નામ પર માત્ર 50,000 રૂપિયા જ લઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp