ભારતના આ ત્રણ શહેરમાં ઘર ખરીદવું સૌથી મોંઘુ

PC: finserving.com

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે એક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ અનુસાર, છેલ્લાં ચાર વર્ષમાં દેશમાં ઘર ખરીદવું વધુ ખર્ચાળ બન્યું છે. ચાર મેટ્રો શહેરોમાં મુંબઇમાં એક ઘર ખરીદવું સૌથી ખર્ચાળ છે. બીજા પર ચેન્નઇ અને ત્રીજા પર દિલ્હી છે. આરબીઆઇએ 13 શહેરોમાં બેંક અને હોમ ફાયનાન્સ કંપનીઓના ડેટાના આધારે આ સર્વે કર્યું છે જેમાં મુંબઇમાં આવકના હિસાબે ઘર લેવું સૌથી વઘારે ખર્ચાળ બન્યું હોવાનું તારણ છે.

આરબીઆઇના જણાવ્યા પ્રમાણે - દેશમાં ચાર વર્ષમાં ઘર ખરીદવાની ખર્ચમાં ઘટાડો થયો છે. દેશના 13 શહેરોમાં ઘરો અને રહેવાસીઓના આવક ગુણોત્તર (એચપીટીઆઇ) અસંતુલિત બન્યો છે. માર્ચ 2015 માં જે 56.1% હતું, તે માર્ચ 2019 માં 61.5% થયું હતું. માર્ચ 2019 માં, ઘરેલુ આવક અને નિવાસીઓની આવકનો ઇન્ડેક્સ 74.4% થયો છે જે માર્ચ 2015 માં તે 64.1% હતો. આ મુજબ, આવકની તુલનામાં મકાનોની કિંમત લગભગ એક તૃતીયાંશ છે.

ચેન્નાઈમાં આ ગુણોત્તર 58.6% છે, જ્યારે દિલ્હીમાં આ આંકડો 58.5% છે. જો કે આ એક મોટો તફાવત નથી. કોલકાતામાં સમાન ગુણોત્તર 56.5% છે. આરબીઆઇના ક્વાર્ટરલી રેસિડેન્શિયલ પ્રોપર્ટી પ્રાઇસ સર્વે હેઠળ 13 શહેરોને સમાવવામાં આવ્યા હતા. આમાં મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, કોલકાતા, પુણે, જયપુર, ચંદીગઢ, અમદાવાદ, લખનૌ, ભોપાલ અને ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર, આ તમામ શહેરોમાં ભુવનેશ્વર સૌથી સસ્તું શહેર છે. છેલ્લા બે વર્ષમાં, ઇએમઆઈ અને આવક (ETI) નો ગુણોત્તર એકસરખા સમાન છે. જો કે, ભવિષ્યમાં ઘર ખરીદવું વધુ ખર્ચાળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp