26th January selfie contest

વેલેન્ટાઇન ડેઃ 10 દેશ, 10 રિવાજ

PC: youtube.com

આજે વેલેન્ટાઇન ડે છે, ભારતમાં ભલે વેલેન્ટાઇન ડેને સંપૂર્ણ રીતે સ્વીકારવામાં ન આવ્યો હોય, અથવા વિરોધ થતો હોય, પ્રેમીઓને રસ્તા પર બેસીને ઊઠબેસ કરાવાતી હોય પરંતુ સમગ્ર દુનિયામાં આ પ્રેમના ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમી પોતાની પ્રેમિકા સામે આ દિવસે પ્રેમનો એકરાર કરીને ગુલાબનું ફૂલ આપે, એટલે ઉજવાય ગયો વેલેન્ટાઇન ડે. પરંતુ દરેક દેશમાં વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવાની અલગ-અલગ પરંપરા અને રીતભાત છે.

ઈટલી

ઈટલીમાં વેલેન્ટાઇન ડે સ્પ્રિંગ ફેસ્ટિવલના રૂપમાં ઊજવવામાં આવે છે. લોકો બગીચામાં ભેગાં થઈને શાયરી અને સંગીતનો આનંદ ઉઠાવે છે. આ દિવસે કુંવારીઓ છોકરીઓ વહેલી સવારે ઊઠી જતી હતી અને કહેવામાં આવે છે કે, સવાર સવારમાં જે પહેલો પુરુષ છોકરીને દેખાઈ તેને સંભવતઃ તેનો થનારો પતિ માની લેવામાં આવતો હતો. વેલેન્ટાઇન ડેમાં ત્યાં Baci Peruginaનામની એક સ્પેશિયલ ચોકલેટ ખૂબ જ પ્રચલિત ગિફ્ટ છે. તે ચોકલેટમાં એક રોમેન્ટિક લવ મેસેજ છપાયેલો હોય છે.

ડેનમાર્ક

ડેનમાર્કમાં 1990 સુધી વેલેન્ટાઇન ડે ઊજવવામાં આવતો ન હતો, પરંતુ હવે વેલેન્ટાઇન ડે સેલિબ્રેશનનો આ દેશની પોતાની નવી પદ્ધતિ છે. આ પુરુષ મહિલાઓને અનામી કાર્ડ મોકલે છે, જેને 'gaekkebrev' અથવા 'joking letter' કહેવામાં આવે છે. પેપરને કલાત્મક રીતે કાપીને તેમાં ફની કવિતા અથવા રોમેન્ટિક મેસેજ લખવામાં આવે છે. પુરુષ પોતાનું નામ નીચે નથી લખતાં, ફક્ત ડોટ્સ બનાવે છે. મહિલાઓને તેમના નામનો અંદાજો લગાવવાનો હોય છે.

સાઉથ કોરિયા

સાઉથ કોરિયામાં ફક્ત 14 ફેબ્રુઆરીએ જ નહીં, પરંતુ દર મહિનાની 14 તારીખને પ્રેમના દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે પરંતુ 14 ફેબ્રુઆરી મહિલાઓ પુરુષને ચોકલેટ્સ અને ગિફ્ટ આપે છે અને આવતા મહિને એટલે કે, 14 માર્ચના રોજ વ્હાઇટ ડે પર પુરુષ મહિલાઓને રિટર્ન ગિફ્ટ આપે છે. જે લોકોને 14 ફેબ્રુઆરી અને 14 માર્ચના રોજ ગિફ્ટ નથી મળતી, તે 14 એપ્રિલના રોજ બ્લેક ડે ઊજવે છે, જેમાં તેઓ રેસ્ટોરાંમાં જઈને બ્લેક નૂડલ્સ ખાય છે. કહેવામાં આવે છે કે, બ્લેક ડેથી લોકો પોતાની સિંગલ લાઇફને સેલિબ્રેટ કરે છે અને ઘણાં લોકો એમ પણ કહે છે કે, બ્લેક ડેને સિંગલ રહી જવાના દુઃખ તરીકે ઊજવવામાં આવે છે.

ફ્રાન્સ

ફ્રાન્સને દુનિયાના સૌથી રોમેન્ટિક જગ્યાનું બિરુદ મળ્યું છે. અહિયાં વેલેન્ટાઇન ડે પર એક પરંપરા loterie d'amour છે, જેમાં જે ઘરે સામેસામે હોય, તેમાં મહિલાઓ અને પુરુષોને રાખવામાં આવે છે, પછી તેઓ જોડી બનાવે છે. જો પુરુષને મહિલા પસંદ ન હોય તો, તે તેને છોડી બીજી મહિલાને પસંદ કરી શકે છે અને જે મહિલાને તેનો જોડીદાર નથી મળતો તે બોનફાયર પર તે લોકોનો ફોટો સળગાવે છે, જેમણે તેને નાપસંદ કરી હતી પરંતુ આ પ્રથામાં ખૂબ જ ઝઘડા થવા લાગ્યા, એટલે સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

 

વેલ્સ

વેલ્સમાં 14 ફેબ્રુઆરી નહીં પરંતુ 25 જાન્યુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. તે દિવસે લોકો એકબીજાને લાકડાની ચમચી ગિફ્ટમાં આપે છે, જેને લવ સ્પૂન્સ કહેવામાં આવે છે. 17મી સદીમાં પુરુષ પોતાના હાથથી પોતાની પ્રેમિકા માટે લાકડાંની ચમચી બનાવતાં હતાં અને ગિફ્ટમાં આપતા હતા. દરેક ચમચીની ડિઝાઇનમાં કોઈ ને કોઈ સંદેશો છપાયેલો હોય છે.

 

ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સમાં બાકી દેશની જેમ જ વેલેન્ટાઇન ડે ઊજવવામાં આવે છે. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી એક નવી પરંપરા સામે આવી છે. હજારો જોડી આ દિવસને પોતાના વેડિંગ ડે રૂપે ઊજવવા લાગી છે. હજારોની સંખ્યામાં લોકો મોલ અથવા કોઈ સાર્વજનિક સ્થળ પર એકત્રિત થાય છે અને સામૂહિક લગ્ન કરે છે.

ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડમાં વેલેન્ટાઇન દિવસની સાંજે મહિલાઓ પોતાના તકિયાની નીચે પાંચ પાંદડાં મૂકે છે. ચારેય ખૂણા પર એક-એક અને એક વચ્ચે, જેનાથી તેમનો ભાવિ પતિ તેમના સપનાંમાં આવે.

સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકામાં પણ વેલેન્ટાઇન ડેની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. અહીંયાં પરંપરા છે કે આ દિવસે મહિલાઓ પોતાના પ્રેમીનું નામ સ્લીવ પર દોરાથી બનાવે છે. આ દિવસે પ્રેમી જોડીઓ હાર્ટ શેપ આકાર બાયો પર બનાવીને એકબીજા સાથે ફરે છે.

બ્રાઝિલ

વેલેન્ટાઇન ડે અહીંયાં પણ ફૂલ, ચોકલેટ્સ, કાર્ડ્સ અને ગિફ્ટની સાથે જ ઊજવવામાં આવે છે પરંતુ 14 ફેબ્રુઆરીએ નહીં, પરંતુ 12 જૂનના રોજ. ફક્ત લવ બર્ડ્સ જ નહીં પરંતુ મિત્રો અને સંબંધીઓ પણ આ દિવસને એકસાથે મળીને ઊજવે છે. આ દિવસને સેન્ટ એન્થની ડેના રૂપમાં ઊજવવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ મનપસંદ પતિ મેળવવા માટે simpatias નામની એક વિધિ કરે છે.

જાપાન

જાપાનમાં ફક્ત પુરુષો માટે જ વેલેન્ટાઇન ડે હોય છે. મહિલાઓ પોતાના જીવનના દરેક પુરુષ જેવા કે પિતા, ભાઈ, પતિ, દોસ્ત અને પ્રેમીને આભાર વ્યક્ત કરવા માટે ચોકલેટ્સ આપે છે. જાપાનમાં દરેક પ્રકારના લોકો માટે અલગ-અલગ પ્રકારની ચોકલેટ્સ મળે છે. ત્યાં મહિલા, પુરુષ, બાળકો માટે અલગ અલગ ચોકલેટ્સ મળે છે. મહિલાઓ આ દિવસે પુરુષને ખુશ રાખે છે અને પુરુષ ફક્ત આનંદ ઉઠાવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp