અમદાવાદમાં ગે પ્રેમી અલગ થયા પછી થયું કંઈક એવું કે...

PC: Youtube.com

કોઈ પણ સંબંધમાં ખટાશ આવે એટલે લોકો એકબીજા સાથે બદલો લેવા નવા નવા ખેલ કરતા હોય છે. આ ઘટના પણ કંઈક એવી જ છે. ઘટનામાં બે સજાતીય સંબંધ ધરાવતા મિત્રો એકબીજાના સંપર્કમાં આવે છે અને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. બે વર્ષ તેમનો પ્રેમ સંબંધ ચાલે છે પછી એકાએક એવું થાય છે કે મામલો સીધો પોલીસ મથકે પહોંચે છે અને પોલીસ એક પ્રેમીની ધરપકડ કરે છે. બે સજાતીય પ્રેમી વચ્ચે થયેલી તકરાર બાબતે વાત કરવામાં આવે તો ઘટના અમદાવાદના ગોમતીપુરા વિસ્તારની છે. આ વાત છે બે સજાતીય સંબંધ ધરાવતા પ્રેમી વચ્ચેની, જેમાં પહેલો પ્રેમી નિવૃત આર્મીમેન છે અને બેંકમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. બીજો પ્રેમી ઇન્સ્યોરન્સ કંપનીમાં વાહનોના વીમા ઉતારવાનું કામ કરે છે.

ઇન્સ્યોરન્સની રકમ ભરવા બેંકમાં ભરવા જતા બંને યુવાકો એકબીજાના સંપર્કમાં આવ્યા. થોડા દિવસોની મુલાકાત પછી બંને યુવકો સજાતીય પ્રેમી બની ગયા અને જોત જોતામાં પ્રેમ થયાના બે વર્ષ વીતી ગયા. એક દિવસે અચાનક નિવૃત સિક્યોરીટી ગાર્ડે પ્રેમ સંબંધનો અંત લાવી દીધો. જેના કારણે બન્ને પ્રેમી અલગ થઈ ગયા હતા. સિક્યોરીટી ગાર્ડ દ્વારા સંબંધ પૂરા કરવાનું વીમો ઉતારનાર પ્રેમીને આકરું લાગ્યું હતુ. જેના કારણે વીમા એજન્ટે સિક્યોરીટી ગાર્ડને બદનામ કરવાનું કાવતરૂ રચ્યું.

વીમા એજન્ટે ફેસબુક પર સિક્યોરીટી ગાર્ડના નામનું એક ડમી ફેસબુક અકાઉન્ટ બનાવ્યું અને તેણે સિક્યોરીટી ગાર્ડના ફોટા અને બિભત્સ કોમેન્ટ કરી સિક્યોરીટી ગાર્ડને સોશિયલ મીડિયા પર બદનામ કર્યો હતો. સિક્યોરીટી ગાર્ડે ફેસબુક પર પોતાની બિભત્સ કોમેન્ટ જોતા આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરીને ગણતરીના દિવસોમાં વીમા એજન્ટની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp