પ્રૅગનન્સિમાં સેક્સ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી 6 બાબતો

PC: netdna-ssl.com

પ્રૅગનન્સિ દરમિયાન શારીરિક સંબંધ બનાવવાને લઈને ધ્યાન રાખવાનું એક્સપર્ટ કહી રહ્યા છે. આ દરમિયાન સેક્સ સંબંધ બાંધવા પુરી રીતે સુરક્ષિત છે. તેનાથી બાળક કે તેની માતાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. પરંતુ તેમ છતાં પ્રૅગનન્સિ દરમિયાન સેક્સ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ડૉક્ટરો જણાવે છે કે પ્રૅગનન્સિની પ્રથમ અને ત્રીજા મહિના દરમિયાન સંબંધ બાંધવાથી કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થતું નથી. બીજા મહિના દરમિયાન સંબંધ બાંધી શકાય છે પરંતુ તેમાં કેટલીક કાળજી રાખવી પડે છે. 
ડૉક્ટરના મતે જો મહિલાને કોઈ પણ પ્રકારની સ્ત્રી સંબંધી બિમારી નથી તો સંબંધ બાંધતા ગર્ભપાત જેવી કોઈ સમસ્યા બિલકુલ થતી નથી. પ્રૅગનન્સિ બાદ સંબંધ બાંધવાને લઈને ડૉક્ટરનું કહેવું છે કે ડિલિવરી બાદ મહિલાઓની કામેચ્છા ઘટી જાય છે. તેના પ્રજનન અંગોમાં કમજોરી આવી જાય છે. એવામાં છ સપ્તાહ સુધી સંબંધ બાંધવા યોગ્ય નથી.

જો પ્રૅગનન્સિ દરમિયાન સંબંધ દરમિયાન કોઈ રક્તસ્ત્રાવ થાય તો સાવધાન થઈ જાવ અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો પાર્ટનરને કોઈ જાતીય રોગ હોય એવામાં પ્રૅગનન્સિ દરમિયાન સંબંધ બાંધવાથી બચવું જોઈએ. પ્રૅગનન્સિમાં જો મહિલાને સ્પૉટિંગની સમસ્યા હોય તો સંબંધ બાંધવા જોઈએ નહી કારણ કે તેવામાં ગર્ભપાતનો ખતરો વધી જાય છે.

પ્રૅગનન્સિ દરમિયાન સંબંધ બાંધતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે મહિલાના પેટ પર વધુ દબાણ આવે નહીં. કારણ કે તેનાથી મહિલાને મુશ્કેલી પડી શકે છે અને ગર્ભમાં રહેલું બાળક અસહજ અનુભવી શકે છે. પ્રૅગનન્સિ દરમિયાન સેક્સ માણતા સમયે ઝડપ ના કરવી જોઈએ. તેમ કરવાથી મહિલાના ગર્ભાશયને નુકસાન પહોંચી શકે છે. પ્રૅગનન્સિ દરમિયાન મહિલા બાળકનું વજન ઉઠાવવામાં મુશ્કેલી અનુભવી રહી હોય તો સંબંધ બાંધવા જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp