જાણી લો તંદુરસ્ત સેક્સ લાઈફ માટેની 8 લાઇફ્લાઇન્સ: ક્યારેય નહીં થાવ સેક્સમાં ફેલ

PC: youtube.com

ખાવું, પીવું, ઉઠવું, બેસવું, કામ કરવું, વ્યાપાર-વ્યવસાય કરવો,ફિલ્મ જોવી, પ્રવાસ કરવો કે પછી મંદિરે જવું... આ બધું જેમ આપણી જિંદગીના મહત્ત્વપૂર્ણ કાર્યો છે તેવીજ રીતે સેક્સ પણ આપણા જીવનનું એક અતિશય મહત્વ ધરાવતું કાર્ય છે. બદનસીબે ઉપરોક્ત કાર્યો કરવામાં આપણો એટલો બધો સમય ખર્ચાઈ જાય છે કે સેક્સ માટે સમય જ નથી રહેતો. ખાસકરીને ચાલીસી વટાવ્યા બાદ ઘણા કપલ્સની આ ફરિયાદ રહે છે કે તેમને સેક્સ માટે કાં તો સમય નથી મળતો અથવાતો આખા દિવસ દરમ્યાન એટલું બધું કામ કર્યું હોય છે કે પથારી ભેગા થતા જ ઉંઘ આવી જાય છે.

સેક્સ એ તમામ સમસ્યાનો હલ કદાચ નથી, પણ સેક્સ એ તમામ સમસ્યાઓના ઉકેલ સાથે સંપર્ક કરાવી આપતું સાધન જરૂર છે, કારણકે સેક્સ એ શરીર ઉપરાંત બે આત્માઓનું મિલન પણ છે. આથી સેક્સ કરતી વખતે તમને તમારા પાર્ટનર પ્રત્યે જે પ્રેમ ઉભરાય છે તે એક દંપત્તિની ઘણીબધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પૂરતાથી પણ વધારે હોય છે, પણ કમનસીબે આપણે તેનું મહત્ત્વ હજીસુધી સમજ્યા નથી.

ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે કેટલીક બાબતો માટે સમય હોતો નથી પરંતુ સમય કાઢવો પડતો હોય છે. જેમકે દિવસમાં બે વખત જમવા માટે આપણે કોઈને કોઈ રીતે સમય જરૂર કાઢી લઈએ છીએ, તો સેક્સ પ્રત્યે આવું ઓરમાયું વર્તન શા માટે? સેક્સની પ્રક્રિયાની લંબાઈ કે ટૂંકાઈ મહત્ત્વ નથી ધરાવતી પણ તેની ફ્રિકવન્સી કદાચ મહત્ત્વ જરૂર ધરાવે છે. આથી, શરૂઆતમાં જણાવેલા અતિશય મહત્ત્વના કારણોને સફળતાપૂર્વક અમલ કરવા માટે સેક્સને સમયના વેરહાઉસમાંથી બહાર કાઢીને બેડરૂમમાં લાવવાની અતિશય જરૂર છે અને આ માટેજ આ 8 ટીપ્સ અતિશય મહત્ત્વ ધરાવે છે.

ટીપ 1: રોજના શેડ્યુલમાં સેક્સનો સમય નક્કી કરો

જો તમારી રોજીંદી લાઈફના કાર્યના સમયો જો નિશ્ચિત હશે તો તમને તમારા બીઝી શેડ્યુલમાં સેક્સને ઇન્સર્ટ કરવામાં જરાય વાંધો નહીં આવે. જરૂરી નથી કે તમે રોજ સેક્સ કરો અને રોજ નક્કી કરેલા સમય પૂરતો જ સેક્સ કરો. પણ રોજ તમારા પાર્ટનર સાથે સેક્સ અંગે એટલીસ્ટ ચર્ચા તો જરૂર કરો. એક ટાઈટ હગ કે નાનકડું ચુંબન ખબર નહીં ક્યારે તમને સેક્સના મહાસાગરમાં ડૂબકી લગાવવાનો આનંદ આપી દે? જો અન્ય કાર્યો માટે સમય નીકળી શકતો હોય તો સેક્સ વંદના માટે સમય કેમ ન નીકળે? આથી રોજેરોજ એક નિશ્ચિત સમય અથવાતો એટલીસ્ટ એટલું નિશ્ચિત કરો કે આજે તમે સંપૂર્ણ નહીં તો કોઈને કોઈ નાની મોટી સેક્સ પ્રવૃત્તિ જરૂર કરશો.

ટીપ 2: સેક્સ અંગે સંચાર સતત ચાલુ રાખો

હેલ્ધી સેક્સ લાઈફ ધરાવતા કપલ્સ કોઈને કોઈ રીતે દિવસભર એકબીજા સાથે સેક્સ સંચાર સતત ચાલુ રાખતા હોય છે. કોઈવાર અચાનક ઓફિસમાં કામ કરતા પોતાના પાર્ટનરને સ્ટ્રેસ ઓછો કરાવવા પોતાનો ઈરોટિક ફોટો કે હોટ મેસેજ મોકલીને કે પછી ઘરમાં વાતો કરતી વખતે પણ માત્ર પોતાને બંનેને જ ખબર હોય એવા શબ્દો વાપરીને કે પછી નક્કી કરેલા સંકેતો દર્શાવીને. દિવસભર આ પ્રકારે સેક્સ સંચાર સતત વહેતો રાખીને તેનાથી ઉત્તેજીત થયેલા કપલ્સ એકાંત મળતાં જ બેડરૂમને આનંદથી ભરી દેતા હોય છે.

ટીપ 3: એકબીજાને અપાયેલા ક્વોલીટી સમયનું મહત્ત્વ સમજો

એકાંત એ માત્ર સેક્સ કરવા માટે જ ઉપયોગી નથી. પોતાના પાર્ટનરને સમજવા માટે અને તેને એ સમજાવવા માટે કે તમે જીવનના કોઇપણ ચઢાણ કે ઢોળાવના સમયે તેની સાથેજ છો તેના માટે પણ એકાંતની અત્યંત જરૂર હોય છે. કોઈવાર તો એક શબ્દ પણ બોલ્યા વગર માત્ર એકબીજાના આલિંગનમાં કલાકો વિતાવવા જેવી અદ્ભુત અનુભૂતિ બીજી એક પણ નથી. આ એકાંતમાં એકબીજાની મીઠી (ક્યારેય કડવી પણ) ફરિયાદ પણ કરી લેવી અને તેનું સમાધાન પણ પ્રાપ્ત કરી લેવું જેથી રાત્રે અથવાતો દિવસ દરમ્યાન જ્યારે પણ મન થાય ત્યારે એકબીજાના બાહુપાશમાં સમાઈ જવા સિવાય બીજું કોઇપણ કાર્ય યાદ ન આવે.

ટીપ 4: પાર્ટનરના ટર્નઓન્સ જાણો અને સમયાંતરે તેને બદલતા રહો

તમારા પાર્ટનરને કઈ ચીજ સેક્સ કરવા માટે ઉત્તેજીત કરે છે તે જાણવું જરૂરી છે. સેક્સ માટે ઉત્તેજીત કરવા માટે કોઇપણ ચીજ શક્ય છે, તે પછી સ્પર્શ હોય, કોઈ ફિલ્મ હોય કે ઇવન કોઈ ખાસ ગીત પણ હોઈ શકે છે. બસ એકવાર તે જાણી લો અને તેનો ઉપયોગ કરતા રહો. અને હા હેલ્ધી સેક્સ લાઈફ માટે પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપવું પણ જરૂરી છે અને આથી જ તમારા ટર્નઓન્સ સમયાંતરે બદલતા પણ રહો જેથી સેક્સમાં નાવીન્ય જળવાઈ રહે અને ઉત્તેજના સતત વધતી ચાલે.

ટીપ 5: બેડરૂમમાં અને બહાર ખડખડાટ હસો

જીવનમાં આનંદનું હોવું એ બહેતર જીવન જીવવા માટે તો જરૂરી છે જ પરંતુ સેક્સને તંદુરસ્ત રાખવા માટે તો તે વધારે જરૂરી છે. પાર્ટનર સાથે ખડખડાટ હસો,ચાહે તમે બેડરૂમમાં હોવ કે બેડરૂમની બહાર. ખખડાટ હાસ્ય તન અને મન બંનેને સ્વસ્થ રાખે છે અને છેવટે એ સ્વસ્થતાની અસર તમારા સેક્સ જીવન પર પણ પડે છે. પાર્ટનરને ખડખડાટ હસાવતો જોક અથવાતો વિડીયો ક્લીપ વારંવાર તેની સાથે શેર કરતા રહો અને શક્ય હોય તો એડલ્ટ કન્ટેન્ટ ધરાવતા જોક્સ અને વિડિયોઝ વધુ શેર કરો, પછી જુઓ આ આનંદનો બદલો તમારો પાર્ટનર તમને બેડ ઉપર કેવીરીતે આપે છે.

ટીપ 6: સેક્સ માત્ર ઘેર જ થાય એ જરૂરી નથી

વર્ષે એક કે બે વાર ઘરની અને શહેરની બહાર નીકળો અને જુદાજુદા સ્થળોએ ફરવા જાવ. ફરવા જાવ ત્યારે તમારી જોડે સેક્સને પણ લેતા જાવ આથી ફરવાના આનંદ સાથે નવી જગ્યાએ કરેલો સેક્સ તમારા એ આનંદને બેવડો કરી દે. પરણેલા કપલ્સના સંતાનો જો મોટા થઇ ગયા હોય અને તમારા વગર રહી શકતા હોય તો બીજું તો શું ત્રીજું, ચોથું અરે પચ્ચીસમું હનીમુન માણતા તમને કોણ રોકે છે?

ટીપ 7: બેડરૂમ માત્ર બેડરૂમ જ રહે તેની ખાતરી કરો

ટીપ 3ને અનુલક્ષીને આ ટીપ છે. એકવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરીને વાદવિવાદ કે પછી ફરિયાદ દૂર કરી દીધા બાદ બેડરૂમમાં માત્ર સેક્સ અને પ્રેમ સિવાય અન્ય કોઈજ બાબતોને સ્થાન ન હોવું જોઈએ. ઓફિસની વાતો ઓફિસમાં જ રહેવી જોઈએ અને કિટીપાર્ટીમાં આજે તમે શું કર્યું એ તમે આવતીકાલે બ્રેકફાસ્ટ કરતી વખતે શેર કરશો તો જરાય મોડું નહીં થાય. જો આ ટીપને બરોબર અમલ કરશો તો તમારી સેક્સ લાઈફને તંદુરસ્ત બનાવતા કોઈજ અટકાવી શકશે નહીં.

ટીપ 8: પરફેક્ટ સેક્સ લાઈફમાં સેક્સ પરફેક્ટ નથી હોતો

સેક્સ એવો વિષય છે કે જો તમે ઈચ્છો તો તેને રોજ નવી નવી રીતે માણી શકો છો. તંદુરસ્ત સેક્સ લાઈફમાં એકાંત સિવાય અન્ય કોઈજ બાબત મહત્ત્વ ધરાવતી નથી, પછી તે સમય હોય કે સ્થળ. આ ઉપરાંત અમુક દિવસોના અંતરે અલગ અલગ સેક્સ પોઝિશન્સ અપનાવવાથી નાવીન્ય જળવાઈ રહે છે. ઘણીવાર એડલ્ટ ફિલ્મ કલીપ જોઇને કે પછી એડલ્ટ કન્ટેન્ટ કે કાર્ટૂન વાંચી/જોઇને પણ સેક્સમાં પ્રવૃત્ત થઇ શકાય છે. તો માત્ર પતિ પત્ની ન રહીને અલગ અલગ રોલ પ્લે અને તેમાં રોલને ફીટ બેસતા કપડા પહેરીને કરેલો સેક્સ પણ ચરમસીમાનો અનુભવ કરાવતો હોય છે. જો તમારો પાર્ટનર તમને ખૂબ પ્રેમ કરતો કે કરતી હશે તો કોઈવાર એને મનગમતી વ્યક્તિનો રોલ તમે પ્લે કરો અને પછી જુઓ સેક્સ કરતી વખતે તમારા પાર્ટનરનો મઘમઘાટ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp