પિતાના મૃત્યુ પછી યાદ સતાવતા દીકરાએ એ કામ કર્યું કે દૂર દૂરથી લોકો જોવા આવે છે

PC: bhaskar.com

કોરોનાકાળામાં પિતાનું મોત થઇ ગયું. પિતા આ રીતે અચાનક દુનિયા છોડી ગયા તેનું દુખ દીકરાથી સહન ન થયું. પિતાની હાજરી સતત વર્તાતી રહે તે માટે દીકરાએ એવું કામ કર્યું કે લોકો હવે તે જોવા દૂર દૂરથી આવી રહ્યા છે.

આ વાત છે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની. રાવ સાહેબ શામરાવ કોરે નશાબંદી વિભાગમાં ઇન્સપે્કટર હતા. કોરાનાકાળમાં જ તેમનું મોત થઇ ગયું. તેઓ ડ્યુટી પર હતાને અચાનક મોત થઇ ગયું હતું. આ ઘટનાનો આઘાત પરિવારજનો પર એટલો લાગ્યો કે તેઓ લાંબા સમય સુધી ભૂલી શકતા ન હતા. કારણ કે રાવ સાહેબ એવી વ્યકિત હતા કે તેમના પરિવાર ઉપરાંત તેમના કોલી સમાજમાં પણ તેઓ અગ્રણી હતા. પિતાના અચાનક મોતથી આઘાતમાં સરી પડેલા દીકરાને એક આઇડિયા આવ્યો કે જેનાથી પિતા તેમની સાથે જ હોય તેમ સતત લાગ્યા કરે.

આ માટે દીકરાએ તેમની સિલિકોનની પ્રતિમા બનાવડાવી. આ પ્રતિમા એવી છે કે જાણો તેઓ રૂબરૂ હાજર હોય. રાવ સાહેબ સોફા પર બેઠા હોય તેવી પ્રતિમા તૈયાર કરાવડાવી છે. એકવાર જોઇને કોઇ પણ છક્કડ ખાઇ જાય કે તેઓ પાછા પૃથ્વી પર તો નથી આવી ગયાને. કારણ કે રંગ, રૂપ, આંખો, ચહેરો તમામ એક જીવીત વ્યક્તિની જેવું જ દેખાય છે.

આ વાતની ખબર ફેલતાની સાથે જ તેમની સિલિકોન પ્રતિમાના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પિતા પ્રત્યે દીકરાના આ પ્રેમના પણ લોકો વખાણ કરી રહ્યા છે. દીકરો પણ કહે છે કે હવે તેમને સતત એવું લાગે છે કે પિતા તેમની સાથે જ છે.

પાંચ મહિનામાં તૈયાર થઇ પ્રતિમા

આ પ્રતિમાને તૈયાર કરવા માટે બેંગાલુરૂથી ખાસ કારીગર શ્રીધરને બોલાવવામાં આ્વ્યો હતો. તેણે પાંચ મહિનાની સખત મહેનત કર્યા પછી આ હુબુહુ પ્રતિમા તૈયાર થઇ શકી છે. તો શું આ પ્રતિમા ખરાબ નહીં થાય. કેટલા સમય સુધી તે આવી તાજી રહેશે. મૂતિકારનું કહેવું છે કે લગભગ 30 વર્ષ સુધી આ પ્રતિમામાં કોઇ મોટો ફેરફાર આવતો નથી. તેમના કપડા રોજ નવા પહેરાવી શકાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp