હાઇકોર્ટનો આદેશ: પગારના આટલા ટકા રૂપિયા પત્નીને પણ આપો

PC: thenewsrecorder.in

દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે પતિના કુલ પગારમાં એક તૃત્તીયાંશ ભાગ પત્નીને પણ ગૂજરાન માટે આપવામાં આવે. કોર્ટે કહ્યું કે પગારની વહેંચણીનો ફોર્મુલા નક્કી છે. આ ફોર્મુલા હેઠળ જો કોઇ અન્ય નિર્ભર ન હોય તો પતિના પગારના બે ભાગ પતિ પાસે અને એક ભાગ પત્નીને આપવામાં આવશે. કોર્ટે અરજીકર્તા મહિલાની અરજી પર ચુકાદો સંભળાવતા આ નિર્દેશ આપ્યો હતો કે પતિના પગારનો 30 % હિસ્સો પત્નીને મળવો જોઇએ.

મહિલાના લગ્ન 7 મે 2006ના રોજ થયા હતા. તેના પતિ CISF માં ઇન્સપેક્ટર છે. 15 ઓક્ટોબર 2016ના રોજ બંને અલગ થયા અને મહિલાએ ગુજરાન ભથ્થા માટે અરજી આપી હતી. 21 ફેબ્રુઆરી 2008ના રોજ મહિલાનું ભત્થું નક્કી કરવામાં આવ્યું. આના હેઠળ મહિલાના પતિને આદેશ આપવામાં આવ્યો કે મહિલાને 30 % પગાર આપવામાં આવે. પતિએ ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને ગુજરાન ભથ્થું 30 %થી 15 % કરાવ્યું હતું. મહિલાએ આ ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડાકાર્યો હતો.

દિલ્હી હાઇકોર્ટે પગારના વહેંચણીનો ફોર્મુલા નક્કી કર્યો છે. આ જ કારણે કોર્ટે મહિલાના પતિને આદેશ કર્યો હતો કે દર મહિને મહિલાને 30 % પગાર ગુજરાન ભથ્થાં તરીકે આપે જે આ પહેલા 21 ફેબ્રુઆરીના રોજ નક્કી કર્યા પ્રમાણેનું છે. મહિલાના વકીલે એવી દલીલ કરી હતી કે ગુજરાન ભથ્થું 15 % કરવા પાછળ કોઇ કારણ આપવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp