શું રોજ સેક્સ કરવાથી સ્પર્મ ઘટી જાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

PC: radiobet.eu

તમે વારંવાર સાંભળતા હોવ છો કે એક સપ્તાહમાં એક જ વખત સેક્સ કરવું સ્વાસ્થ્ય માટે સારુ હોય છે અને આ તમારી ફર્ટિલિટી પર પણ અસર કરતું નથી. પરંતુ જો તમે વારંવાર સેક્સ સંબંધ બાંધો છો તો પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે અને તેમાં ઇન્ફર્ટિલિટી વધી જાય છે. તે સિવાય એવું પણ સાંભળવા મળે છે કે ખૂબ સેક્સ કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે અને થાકનો અનુભવ થાય છે.

પરંતુ એક અભ્યાસ પ્રમાણે, આ તમામ બાબતો ગેરમાન્યતાઓ છે. તેમાં કોઈ પણ સત્ય નથી. વાસ્તવમાં આપણા શરીરમાં નવા સ્પર્મ બનાવવામાં 24-36 કલાક લાગે છે. સતત શારીરિક સંબંધ બનાવવાથી સ્પર્મ ઘટે છે પરંતુ તેમ કરવાથી જે ફ્રેશ સ્પર્મ બને છે તેમાં વધુ ગતિશીલતા હોય છે અને તેને કારણે ફર્ટિલિટી પર સારી અસર પડે છે.

નવા સ્પર્મ ખૂબ જીવંત, ગતિશીલ અને ફર્ટિલીટી વધારનારા હોય છે. જેથી જો શરીરમાં વધુ સમય સુધી સ્પર્મ સ્ટોર રહે છે તો તે લોઅર ફર્ટિલિટીનું પણ કારણ બને છે. નિષ્ણાતોના મતે ક્યારેક વિર્ય સ્ખલન થઈ જવું પુરુષોમાં ફર્ટિલિટીના ખતરાને વધારે છે અને એક વ્યક્તિ સ્ખલિત થયા વિના વધારેમાં વધારે 7 દિવસ સુધી રહી શકે છે.

જેથી જો તમે પિતા બનવા માંગતા હોવ તો દર 2-3 દિવસમાં શારીરિક સંબંધ બનાવવા જરૂરી છે. જેનાથી ફ્રેશ સ્પર્મ મળે છે અને પ્રેગનન્સીના ચાન્સ વધી જાય છે. જેથી તમારા મનમાં એ ડર હોય કે વધુ સેક્સ કરવાથી ફર્ટિલિટીને નુકસાન પહોંચે છે અને તમારા સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે તો તે દૂર કરી દેવો જોઈએ. એક્સપર્ટના મતે વધુ દિવસો સુધી શરીરમા સ્પર્મ રહે તો DNAને પણ નુકસાન પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp