26th January selfie contest

સગી વહુને 80000માં વેચી દીધી, 8 ગુજરાતીઓની ધરપકડ

PC: patrika.com

લગ્ન માટે 300 વધુ યુવતીઓના ખરીદ વેચાણ કરી ચુકેલા એક વ્યકિતએ પોતાની સગી વહુનો સોદો પણ  80000માં કરી દીધો હતો. ગુજરાતથી ઉત્તર પ્રદેશ 8 લોકો યુવતીની ખરીદી માટે પહોંચ્યા હતા અને પેમેન્ટ પણ કરી દીધું હતું, પણ પોલીસને જાણ થતા ગુજરાતના 8 લોકોની ધરપકડ કરી લીધી હતી. તેમની સામે હ્યુમન ટ્રાફિકીગની ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવતીને તેના પતિને સોંપી દેવામાં આવી છે.

પોલીસે કહ્યું હતું કે શનિવારે રાત્રે 12 વાગ્યે એક યુવકે પોલીસને ફોન પર કહ્યું હતું કે તેની પત્નીને તેનો પિતા ગુજરાતથી આવેલા લોકોને 80000માં વેચી રહ્યો છે.માહિતીને આધારે પોલીસ બારાબંકી રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને યુવતીને ખરીદીને લઇ જઇ રહેલાં 8 લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદમાં આદિનાથ નગરમાં રહેતા સાહિલ પંચા, પપ્પૂ શર્મા, અપૂર્વ ચંપા, ગીતાબેન, નીતાબેન, શિલ્પાબેન, રાકેશ અને અજય ભાઇ પંચાની ધરપકડ કરવામાં આવી હતી.

આખી ઘટના રામનગરના મલ્લાપુર ગામની છે. અહીં રહેતા ચંન્દ્રરામ વર્માનો પુત્ર પ્રિન્સ વર્મા ગાજિયાબાદમાં ટેકસી ચલાવવાનું કામ કરે છે.  પાંચ વર્ષ પહેલાં પ્રિન્સની એપના માધ્યમથી આસામની એક યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. ત્રણ વર્ષ પછી બનેંએ લખનૌમાં એક મંદિરમાં જઇને લગ્ન કરી લીધા હતા. એ પછી પ્રિન્સ પત્નીને લઇને ગાઝિયાબાદ રહેવા ચાલ્યો ગયો હતો.

પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મલ્લાપુરમાં રહેતો રામૂ ગૌતમ લોકડાઉનમાં અમદાવાદથી ગામ આવ્યો આવ્યો હતો અને પ્રિન્સના પિતા ચન્દ્રરામ વર્માને અમદાવાદમાં રહેતા  મિત્ર સાહિલ પંચા વિશે વાત કરી હતી. રામૂએ ચન્દ્રરામને કહ્યું હતું કે સાહિલના લગ્ન નથી થઇ રહ્યા, જો તેના લગ્ન થાય તો મોટી રકમ મળી શકે તેમ છે. મોટી રકમની વાત સાંભળીને લોભમાં આવી ગયેલા પ્રિન્સના પિતાએ પોતાની જ વહુને વેચી દેવાની યોજના બનાવી. તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને વહુને ગાજિયાબાદથી મલ્લાપુર ગામ બોલાવી દીધી હતી.

4 જૂને વહુ મલ્લાપુર આવી ગઇ હતી. પ્રિન્સના પિતાએ વહુના કરેલા 80000ના સોદામાંથી 60,000 પોતાની પાસે રાખ્યા હતા અને 20000 રૂપિયા પુત્ર પ્રિન્સના ખાતામાં જમા કરાવી દીધા હતા. આ વચ્ચે યુવતીનો પતિ પ્રિન્સ 5 જૂને મલ્લાપુર આવી ગયો હતો. પિતાએ પુત્રને છેતરીને વહુને એવું કહીને મોકલી આપી કે આ લોકો તને ગાઝિયાબાદ મુકી દેશે. સાથે ગુજરાતના પરિવારને કહ્યું હતું કે બેટી પહેલી વાર જઇ રહી છે, કઇંક કહે તો  ધ્યાન આપતા નહી..

પોલીસે ગુજરાતના 8 લોકોની ધરપકડ કરી છે અને યુવતીના સસરા ચંદ્રરામ અને વચેટિયા રામૂને શોધી રહી છે. બનેં ઘટના પછી ફરાર થઇ ગયા છે. પ્રિન્સે પોલીસને કહ્યું હતું કે માતાની પિતાએ માર મારીને હત્યા કરી હતી અને બેન સાથે પણ નિયત બગાડી હતી. પ્રિન્સે કહ્યું કે તેના પિતાએ અત્યાર સુધીમાં બિહાર અને પૂર્વાચંલની 300થી વધારે યુવતીઓની ખરીદી કરીને વેચી નાંખી હતી.

  

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp