છોકરાઓની આ આદતો પસંદ નથી હોતી છોકરીઓને

PC: app.goo.gl

છોકરાઓમાં અનેક એવી બાબતો હોય છે, જે છોકરીઓને પસંદ નથી હોતી. તમને કદાચ એની ગંભીરતાની જાણ નહીં હોય, પરંતુ આવી ન ગમતી બાબતો જ કોઈ પણ રિલેશનશીપ પર અસર કરે છે, જેમાં પાછળથી રિલેશનશીપનો ભોગ લેવાય છે. તો ચાલો એક નજર કરીએ એવી કેટલીક બાબતો પર, જે છોકરીઓને નથી.

પુરૂષો મોટાભાગે પોતાની ઈચ્છાઓ અનુસાર સ્ત્રીઓ પર કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર સ્ત્રીઓ પર કંટ્રોલ કરવાની આ પ્રવૃત્તિ હિંસક પણ બની જાય છે. યાદ રાખો કે મહિલાઓ જ નહીં, પરંતુ કોઈને પણ એ પસંદ નથી હોતું કે કોઈક તેમના પર દબાણ રાખે. આથી પુરૂષોએ એ બાબત યાદ રાખવી કે ક્યારેય સ્ત્રીઓ પર કંટ્રોલ રાખવાનો પ્રયત્ન ન કરવો.

કેટલાક પુરૂષો એવા છે, જેઓ પોતાની ગર્લફ્રેન્ડ કે જીવનસાથીને પોતાના દોસ્તો કે બીજા પુરૂષો સાથે બોલવા નથી દેતા. તેઓ એમ માની લેતા હોય છે કે બીજા પુરૂષો સાથે સ્ત્રીઓ વાત કરે એનો મતલબ એ જ થાય કે એમની વચ્ચે દાળમાં કંઈક કાળું હશે. પરંતુ એવું નથી હોતું. વળી આવો એટિટ્યુટ રાખીને તમે અવિશ્વાસ ઊભો કરો છો, જે તમારા પાર્ટનરાને હર્ટ કરે છે.

આ સિવાય કેટલાક પુરૂષોને એવી પણ આદત હોય છે કે તેઓ તેમની સાથીદારના ખાનપાન અને પહેરવેશમાં દખલઅંદાજી કરતા હોય છે. સ્ત્રીઓને એ બાબત લગીર પસંદ નથી હોતી કે કોઈ તેમના ખાનપાન અને કપડાંની ચોઈસ પર પ્રતિબંધ લાદે. આથી પુરૂષે જો તેની સ્ત્રીનો પ્રેમ અને રિસ્પેક્ટ મેળવવા હશે તો તેણે આ બધી બાબતોએ લિબરલ રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp