ઘર સજાવીને કરો પતિ-પત્ની વચ્ચેનો તણાવ દૂર

PC: app.goo.gl

પતિ-પત્નીનાં સબંધમાં ઘણી વખત એવો તણાવ સર્જાતો હોય છે કે તેમની વચ્ચે જિંદગીભર ખટકો રહી જતો હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ઘરની રચના અને તેની ગોઠવણ પતિ-પત્નીનાં સંબધ પર ઘણી અસર કરતા હોય છે? જી હા, ઘરનો માહોલ અને ગોઠવણ પણ સંબંધોને સારા રાખવામાં અત્યંત મહત્ત્વનો રોલ પ્લે કરતા હોય છે. તો ચાલો નજર કરીએ એવી કેટલીક યુઝફૂલ ટિપ્સ પર, જે તમારા સંબંધોમાં તમને અત્યંત ખપમાં આવશે.

દરેક કપલ્સે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરના દરવાજાની સામે કચરાપેટીના ડબ્બા કે ચંપલો નહીં પડ્યા હોય. દરવાજાની સામે પડેલી આવી વસ્તુઓ તમારા મનમાં નકારાત્મક્તા પેદા કરે છે અને તમે કારણ વિના ઉગ્ર બનો છો. આથી દરવાજાની સામે ક્યારેક વેરવિખેર હાલતમાં ચંપલ ન પડી હોય એનું ધ્યાન રાખવું.

તમારે તમારા ઘરની કે બેડરૂમની બાલ્કની અથવા બારીઓમાં ફૂલ-છોડ કે વેલાના કૂંડા લગાવવા જોઈએ. આવું કરવાથી તમારા બેડરૂમમાં પોઝિટિવિટી બરકરાર રહેશે. એમાંય જો તમે વધુ માત્રામાં તુલસી રોપશો તો તમારા માટે એ અત્યંત લાભદાયી રહેશે. તુલસી વધુ માત્રામાં ઑક્સિજન છોડે છે, જે તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે.

તો ઘરની બારીઓ પર વધુ ભભકદાર નહીં, પરંતુ હલકા આકર્ષક રંગના પડદા લગાવશો તો પણ એ તમારા મૂડને શાંત રાખશે. આ સિવાય ઘરની રોજ સાફ-સફાઈ થવી અત્યંત જરૂરી છે. ઘર સ્વચ્છ રહેશે તો તમારું માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp