હું મહિલાઓ પ્રત્યે આકર્ષણનો અનુભવ કરી રહી છું, પોતાને કઈ રીતે અટકાવું?

PC: google.com

મારી ઉંમર 45 વર્ષ છે અને મારા બે બાળકો પણ છે. મને એવું લાગી રહ્યું છે કે, હાલ હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. હાલમાં જ હું એક કેમ્પમાં ગઈ હતી, જ્યાં હું એક મહિલાને મળી અને અમારી મિત્રતા એકદમ ગાઢ બની ગઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને તે ખૂબ જ સારી લાગી. મને નથી લાગતું કે મારા પતિ મને આ રીતે પ્રેમ કરે છે, જે રીતે તે મહિલાએ મને કર્યો. હું હંમેશાં તેના વિશે જ વિચારતી રહું છું અને તેને મળવાની રાહ જોયા કરું છું. પ્લીઝ મને જણાવો કે, આવામાં મારે શું કરવું જોઈએ.

જવાબઃ કોઈપણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એટલે કે લૈંગિક પસંદ ઉંમરના કોઈપણ પડાવમાં બદલાઈ શકે છે. સેમ સેક્સવાળા વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવવો એ કોઈ અસામાન્ય બાબત નથી. સૌથી પહેલા તો એ જાણવાનો પ્રયત્ન કરો કે આખરે તમારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરો.

reddit-relationships-lesbian-roommate-crush

તમારે એ નિર્ણય કરવો પડશે કે શું તમે આ જ કરવા ઈચ્છો છો અને જો હાં તો પોતાના જીવન સાથે સંકળાયેલા અન્ય લોકોને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના તમે આવું કઈ રીતે કરી શકો છો, એ પણ વિચારો. જો આ અંગે વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો કોઈ કાઉન્સેલર સાથે વાત કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp