26th January selfie contest

કેવી રીતે જાણી શકીએ કે અમારી સેક્સલાઇફ સરસ કે ખરાબ છે

PC: khabarchhe.com

પ્રશ્ન: અમે નવપરિણિત યુવક-યુવતીઓ છીએ. અમને જાણ છે ત્યાં સુધી અમરામાંથી કોઈને સેક્સની મોટી સમસ્યા નથી. અમારો પ્રશ્ન એ છે કે, સારી અને ઉત્કૃષ્ટ સેક્સલાઈફ કોને ગણવી? જ્યારે અમે અન્ય લોકોની સેક્સલાઈફ વિષે કશું નથી જાણતા ત્યારે અમને શી રીતે ખબર પડે કે, અમારી સેક્સલાઈફ કેટલી સરસ યા ખરાબ છે?

ઉત્તર: જો આપણા હાલના સમાજમાં તમે સર્વેક્ષણ કરવા નીકળો અને લોકો સાચા જવાબો આપતા ખચકાટ ન અનુભવે તો આપને આઘાત સહિત જાણવા મળશે કે, આશરે અડધોઅડધ લોકો પોતાની સેક્સલાઈફને નિરસ, રૂટિન, કંટાળાજનક, ઠીક છે, બોરિંગ, વેલ, સમજ્યા હવે, ચાલે છે.... જેવા નકારાત્મક શબ્દપ્રયોગથી નવાજે છે. વધારે આશ્વર્યજનક બાબત વળી એ હશે કે, તેમાંના મોટે ભાગના એને સમસ્યા નહીં ગણતા હોય, તેઓએ સ્વીકારી લીધું હશે કે, સેક્સલાઈફ તો આવી જ હોય. કેટલાક ઉંમરનો, ધંધાનો, પતિપત્નીના સ્વભાવનો કે છેલ્લે ભગવાનનો દોષ કાઢીને બેસી રહેતા હશે.

આવા સમયમાં આપનો પ્રશ્ન અત્યંત મહત્વનો બની રહે છે. ઉત્કૃષ્ટ જાતીય જીવનની નિશાનીઓ કઈંક આ પ્રકારની હોઈ શકે....

(૧) એક સામાન્ય સમજ એવી છે કે, જે ક્રિયા આનંદપ્રદ હોય તે મનુષ્ય વધારે વાર કરવા પ્રેરાય, અર્થાત જે યુગલ નિયમિત રીતે અને વારંવાર જાતીય સુખ માણવા તત્પર હોય તેઓની સેક્સલાઈફ સારી કહી શકાય એટલે કે સાથે જ રહેતા હોવા છતાં મહિને એકવાર કામસુખ  માણનારા લોકોની સેક્સલાઈફ વધારે સંતુષ્ટ કહી શકાય, પણ આમાં કેટલાક અપવાદો હોઈ શકે, 

જેમ કે સેક્સને શક્તિનું પ્રદર્શન સમજતાં કેટલાક પુરુષો પત્નીની અનિચ્છાએ પણ તેની સાથે રોજરોજ તદ્દન યાંત્રિક રીતે કામવ્યવહાર આચરતા હોય છે. તો તેઓની સેક્સલાઈફ સંખ્યાની દ્રષ્ટિએ ઊતરતી ન ગણી શકાય સાથે જ ઉપર ટાંકેલા નિયમમાં એક અન્ય અપવાદ પણ સંભવિત છે. આધેડ વયના કેટલાક દંપતી સેક્સને ફિલોસોફિકલ દ્રષ્ટિએ ઉતરતી ન ગણી શકાય સાથે જ ઉપર ટાંકેલા નિયમમાં એક અન્ય અપવાદ પણ સંભવિત છે. આધેડ વયના કેટલાક દંપતી સેક્સને ફિલોસોફિકલ દ્રષ્ટિએ ઊતરતી ન ગણી શકાય સાથે જ ઉપર ટાંકેલા નિયમમાં એક અન્ય અપવાદ પણ સંભવિત છે. આધેડ વયના કેટલાક દંપતી સેક્સને ફિલોસોફિકલ દ્રષ્ટિએ જુએ છે. તેઓ જીવનને આધ્યાત્મિક અર્થ આપી જાણે છે. જો આવા યુગલ મહિને એકવાર પણ પરસ્પરની ઈચ્છા-અનુમતિથી સેક્સ ભોગવે તો તે ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ હોય શકે - પછી ભલે આંકડાકીય રીતે અલ્પ હોય.

(૨) કામક્રીડા એક વિધિવિશેષ છે. જેમ કે પૂજા-અર્ચના અને ધાર્મિક ક્રિયાઓ એક વિધિવિશેષ છે. આપણે મંદિરનું ઉદાહરણ સેક્સને સમજવા માટે લઈએ. એક પુરુષ બાળક હતો ત્યારથી વિધિવત મંદિરે જાય છે અને વૃધ્ધ થાય ત્યાં સુધી જતો રહે છે. મંદિરમાં દાખલ થતાં પહેલાં તે ચંપલો બહાર ઉતારે છે. ઉંબરાને સ્પર્શીને આંચકા લે છે, પછી દીવો પ્રગટાવે છે, ધૂપદીપ કરે છે.  પછી માળા ફેરવે છે, પછી ફૂલ ચડાવવાં, સાથિયાં કરવા અને ઘંટનાદ કરવાનો વારો આવે છે, છેલ્લે આરતી કરે છે અને પછી જ પ્રસાદ લઈને બહાર નીકળે છે. તેનો આ નિત્યક્રમ અડસઠ વર્ષની ઉંમરે પણ બરાબર એ જ રીતે ચાલુ રહે છે. વર્ષો ભલે વીતે...આ વિધિ ટૂંકી નથી અને તે માણસ એવું પણ નથી કરતો, કે વર્ષો જતાં અગાઉની ક્રિયાઓ માંડી વાળીને મંદિરમાં દાખલ થઈ સીધો પ્રસાદ લઈને બહાર જાય. જ્યારે સેક્સની બાબતમાં ઘણા લોકો આવું કરે છે કે, પહેલાનો સંવનનનો સમયગાળો ઘટતો જાય છે અને તેઓની સેક્સલાઈફ કેવળ અંધારામાં એકાદ બે મિનિટના શારીરિક સામીપ્ય તથા સંભોગમાં જ પૂર્ણ થઈને સમેટાઇ જાય છે. અર્થાત, તેઓને પૂજા-અર્ચના કરતા અંતે મળતા પ્રસાદમાં જ રસ બાકી રહી જાય છે, જે ઠીક નથી. આવું ઉત્કૃષ્ટ સેક્સલાઈફમાં નથી બનતું. જેઓની સેક્સલાઈફ વર્ષો પછી પણ એવીને એવી જ તરોતાઝા હોય તેઓમાં પૂજા અર્ચનાનું માહાત્મ્ય પ્રસાદી જેટલું જ હોય છે. અર્થાત સારી સેક્સલાઈફ માણતા લોકો સંવનન (ફોર-પ્લે) તથા આફ્ટર-પ્લેમાંથી ય એટલો જ આનંદ મેળવે છે. વખત જતાં તેઓ પ્રણયચેષ્ટાઓ ઘટાડી નથી દેતાં. પરિપક્વ તથા તંદુરસ્ત જાતીય જીવનની બીજી અગત્યની નિશાની એ છે કે, પતિ-પત્ની સંભોગને બાકી રાખીને ક્યારેક કેવળ પ્રેમચેષ્ટાઓમાં જ રત રહે. સમાગમ પહેલા પતિ-પત્ની એકમેક સાથે કેટલી મિનિટ સુધી રોમેન્ટિક પળો માણી શકે છે એ જાણીએ તો તેઓની સેક્સલાઈફ કેટલી રોમાંચક હશે તેનો

ખ્યાલ આવી શકે. એથી ય આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે, સમાગમ પહેલા, દરમિયાન અને પછી પતિ-પત્ની વચ્ચે વાતચીત, સ્પર્શ યા કામસૂચક મૌનનો વ્યવહાર કેટલો સઘન છે તે જાણવાથી ય તેમની સેક્સલાઈફનો અંદાજ આવી શકે.

(3) પરિપક્વ સેક્સલાઇફની બીજી એક નિશાની એ છે કે, પતિ-પત્નીએ એકમેકને અનુકૂળ થવા

ઘણું અનુકૂલન સાધ્યું હોય. માનવમન મૂલત: ભિન્ન મતિવાળા હોય છે. વ્યક્તિએ વ્યક્તિએ  પ્રકૃત્તિ બદલાતી હોય છે. કોઈકને ખારું વધારે ભાવે છે, કોઈકને મીઠું, કોઈકને શાકાહાર તો કોઈકને માંસાહાર. જો આવડી અમથી જીભને આટઆટલી ચૂંધી કે વરણાગી હોઈ શકે તો જનાનાંગો ઉપરનો હળવો સ્પર્શ જ ગમે છે. તો કોઈકને રીતસરનું દબાણ, કોઈકને પરસેવો ખલેલકર્તા લાગે છે તો કોઈકને માદક, કોઈકને નાનકડું ચુંબન ફાવે છે તો કોઈકને સુદીર્ધ. હવે જો ફાવવા ન ફાવવાના આટઆટલાં પરિણામો હાજર હોય તો શક્ય છે કે, ઘણી બાબતોમાં પતિ-પત્નીની પસંદ/નાપસંદ એકમેકથી તદ્દન વિપરીત હોય. આવા વખતે પરસ્પર સાથેનું સેક્સ્યુઅલ એડજસ્ટમેન્ટ યા જાતીય અનુકૂલન મહત્વનું બની રહે છે. સુચયને પોતાના ડબલબેડ ઉપર કંટાળો આવવાથી તે સોફા ઉપર પ્રણયગોષ્ઠિનો આગ્રહ રાખે છે, જે વાત પત્ની રિમાને માન્ય નથી, તેમ છતાં તે પ્રયાસ કરી જુએ છે તો તેને પણ ગમી જાય છે. આમ અનુકૂલન સધવું યા તેને માટેની તૈયારી હોવી (બેઉ પક્ષે) એ ઉત્તમ જાતીય જીવનની નિશાની છે. હા-જો પુરુષ સ્પષ્ટ રીતે કામવૃત્તિઓ ધરાવતો હોય તો તેની વિકૃત્તિઓને માત્ર અનુકૂલનને નામે પત્નીએ પોષવાની જરૂર નથી. એટલે કે એક પુરુષને પોતાની પત્નીને માર મારીને, પીડા આપીને સેક્સ ભોગવવામાં જ આનંદ મળે છે (સેડીસ્ટીક પ્લેઝર), તો તેની પત્નીને એ કઈં પોતાની સેક્સલાઈફને ઉત્કુષ્ટ દેખાડવા પતિની આ કુટેવ સાથે એડજસ્ટ થવાની કોશિશ કરવાની અને માર સહન કર્યા કરવાની જરૂર નથી.

(૪) સેકસોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો પતિના કામકર્મના પાંચ તબક્કા નામે કામેચ્છા, શિશ્નો ઉત્થાન, યોનિપ્રવેશ, સ્ખલન અને ચરમસીમા જો બરાબર હોય તથા પત્નીના કામકર્મના પાંચે ય તબક્કા નામે કામેચ્છા, યોનીસ્રાવ, મિલન, સમાગમ તથા ક્લાઇમેક્સ જો યોગ્ય આનંદપ્રમોદ તેમજ પીડારહિત હોય તો સરવાળે તેઓની સેક્સલાઈફ સારી કહી શકાય. સારી સેક્સલાઈફ હોવી એટલે તેઓ જાતીય રોગોથી મુક્ત હોય, પોતાના જાતીય વ્યવહારને યોગ્ય રીતે સમજતા હોય, પરસ્પરની જરૂરિયાતોથી જ્ઞાત હોય, મોટી જાતીય બીમારી ઉદભવે તો તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવી તેની સારવાર લે, પરંતુ એકમેકની નાનકડી ક્ષતિઓને ચલાવી લે યા સુધારવામાં મદદ કરે.

(૫) એક વધારે ઝીણવટભર્યો મુદ્દો પતિ-પત્નીને એકબીજા વગર કેટલું ચાલી શકે તે છે. સામાન્ય સમજ એવી છે કે, જેને પ્રેમ હોય તેને વિરહ કે ઝુરાપો સાલે, એટલે કે જો પતિને રીતસરનો પ્રેમ હોય તો તે લાંબો સમય પત્નીથી અલગ ન રહી શકે. આમ સુંદર સેક્સલાઈફમાં એ જરૂરી બની રહે છે કે, બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ હોય અર્થાત બંનેને એકબીજા વગર ન ચાલે. પણ આ સામાન્ય સમજ કરતાં વૈજ્ઞાનિક સત્ય સહેજ જુદું છે. પ્રેમ ક્યારેક પઝેશન બની જાય છે અને ત્યારે તે આનંદનું નહીં પણ દુ:ખનું કારણ બની જાય છે. પરિપક્વ સેક્સલાઈફ માટે જરૂરી છે કે, પતિ-પત્નીને એકમેક માટે અદમ્ય આકર્ષણ અને તીવ્ર તલસાટ હોય, પરંતુ સાથે જ બંને એકમેકની અલગતા પણ સહી લેવા તૈયાર હોવાં જોઈએ.

“એ ય સારું કે નિકટતામાં જ ઉન્માદો સજનવા;

પણ કદીક વચ્ચેનાં અંતરને ય આસ્વાદો સજનવા.”

જો તૈયારી ન હોય તો આકર્ષણ હોવા છતાં કામવેગ તેની પ્રબળતાના શિખરે દિશાહીન થઈ જાય છે અને લગ્નબાહ્ય સંબંધોની ચિત્રવિચિત્ર ગૂંચવણો ઊભી થાય છે.

(૬) ઉત્તમ સેક્સલાઇફની વધુ એક નિશાની એ છે કે, પતિ-પત્ની બંને વચ્ચે સેક્સ-બાબતે શાબ્દિક ચર્ચાઓ ખાસ્સી એવી માત્રામાં થતી હોય અર્થાત કોમ્યુનિકેશન, જેને પરિણામે બંને  એકમેકની નાનીમોટી ખાસિયતો, ક્ષતિઓ, પસંદગીઓ, ટેવો-કુટેવોથી પૂરેપૂરા માહિતગાર હોય.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp